Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
માહાલ્ય ગ્રન્થને આધુનિક કલ્પી દેવો, તે તો કપિલા ગૌ જેવું અવ્યાપ્તિ દૂષિત અનુમાન હોવાથી તે અસત્ય ઠરે છે.
પ્રશ્ન-પ્રભુ મહાવીરદેવ અને ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ, એબે તીર્થકરોને પાશ્ચાત્ય વિદ્વાનો કબૂલ કરે છે. બીજી બાવીસ તીર્થકરને સુધારક પાશ્ચાત્ય વિદ્વાનો માનતા નથી. તેનું કેમ?
ઉત્તર - જૈનશાસ્ત્રોથી જૈન ચોવીસ તીર્થકરો સિદ્ધ થાય છે. તેમાં અન્ય ધર્મીઓના શાસ્ત્રોના પ્રમાણની તથા તેઓની મિથ્યાકલ્પનાની જરૂર રહેતી નથી;
વેદશાસ્ત્રોથી બાઈબલકુરાનના પયંગબરોની સિદ્ધિ થતી નથી, અને કુરાન કે બાઈબલથી વેદોની તથા જૈનશાસ્ત્રોની સિદ્ધિ થતી નથી.
બૌદ્ધશાસ્ત્રો, વેદ પુરાણશાસ્ત્ર અને જૈનશાસ્ત્રો જુદાં જુદાં છે; માટે ચોવીસ તીર્થકરોની સિદ્ધિ માટે અન્યધર્મીના શાસ્ત્રોની કલ્પનાઉપરનરહેતાં જૈનશાસ્ત્રો પ્રમાણે ચોવીશ તીર્થકરો થયા છે એમ માનવું જોઈએ.
પ્રશ્ન - કેટલાક કહે છે કે, આજથી અઢી હજાર વર્ષ ઉપર પ્રભુ મહાવીર તીર્થકરે જે અહિંસાદિક સત્યો કહ્યા તે જ સત્યોને મહાત્મા ગાંધીજી બીજા રૂપાંતરથી કહે છે. તે બરાબર છે કે કેમ?
ઉત્તર - સર્વજ્ઞ પરમાત્મા મહાવીર જે સત્યો કહ્યાં છે, તે હાલ જૈનશાસ્ત્રોમાં વિદ્યમાન છે. પ્રભુ મહાવીરદેવની પેઠે મહાત્મા ગાંધીજી કેવલજ્ઞાની નથી. પ્રભુ મહાવીરનાં સત્યો અને ગાંધીજીના સત્યોની વચ્ચે આકાશ પાતાળ જેટલો ફેર
છે.
પ્રભુ મહાવીરદેવે પ્રકાશ્ય છે કે, જગતનો કર્તા ઈશ્વર નથી અને ગાંધીજી પોતે કહે છે કે, કે હું વૈષ્ણવ છું જગતું ના કર્તા તરિકે ઈશ્વરને માનું છું.
પ્રભુ મહાવીરદેવ તો સર્વજ્ઞ હતા અને કેવલજ્ઞાનથી બોધ આપતા હતા, ગાંધીજી તો કેવલજ્ઞાની નથી, તેથી અઢી હજાર વર્ષ ઉપર થયેલ સર્વજ્ઞ વીતરાગ મહાવીરની પેઠે ગાંધીજીમાં સત્યો પ્રકાશવાની શક્તિ નથી.
પ્રભુ મહાવીરદેવ સર્વ સાવધયોગનો ત્યાગ કર્યો હતો, અને બાર વર્ષ સુધી ધ્યાન ધરી કેવલજ્ઞાની થયા હતા. ગાંધીજી તો ત્યાગ માર્ગ કરતાં વિદેહી જનક જેવો ગૃહસ્થાશ્રમ સારો માની તેમાં રહેવાની રુચિ ધરાવે છે.
૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org