Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 31
________________ તરફ અરુચિવાળા બનાવે છે અને જૈન સાધુ-ગુરહીબનીને પોતાનાવિચારોનું ખંડન કરનારા સાધુ- સૂરિઓની છાપાઓમાં જીકી નિન્દા છપાવે છે. જૈનશાસ્ત્રોથી અજ્ઞાત એવા કેટલાક ભોળા સંશયી જૈનોને પોતાના પક્ષમાં ખેચી લે છે અને તેઓ પોતાના પગ પર કુહાડો મારે છે. અને ઉભય ભ્રષ્ટ થાય પ્રશ્ન- કેટલાકોની એવી માન્યતા છે કે, મનુષ્ય સર્વશ બની શકતો નથી, બહુ તો બહુજ્ઞ બની શકે છે તથા કેટલાક માને છે કે પ્રભુ મહાવીરે બ્રાહ્મણોની સામે બળવો કર્યો તેનો શો ખુલાસો છે? ઉત્તર - જૈનશાસ્ત્રોની માન્યતા છે કે મનુષ્ય રાગદ્વેષાદિક કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ વીતરાગ થઈ શકે છે. જેમીની આદિ મીમાંસકો “મનુષ્ય સર્વશ થતો નથી.' અને કોઈ જગતકર્તા ઈશ્વર નથી અને તે સર્વજ્ઞ નથી' એમ માને છે. જૈનો તેવી માન્યતાને સ્વીકારતા નથી. પ્રભુ મહાવીરદેવે સર્વજ્ઞ અરિહંત થઈને સમવસરણમાં બેસીને જે મનુષ્યો વગેરે સાંભળવા આવ્યા તેઓને ઉપદેશ દીધો અને તેઓએ જૈનધર્મ અંગીકાર કર્યો. શ્રી મહાવીર પ્રભુના પહેલાં પણ પાર્શ્વનાથના સમયમાં ચાર વર્ણના મનુષ્યો જૈનધર્મ પાળતા હતા અને કેટલાક અન્ય ધર્મોને પાળતા હતા. તેમાં જેઓને જે રુચે તે ધર્મ પાળે. પ્રભુ મહાવીર પરમાત્માએ જૈનધર્મનો ઉપદેશ આપ્યો હતો. કેટલાક શંકિત બનેલા જૈનો, પ્રભુ મહાવીર અને શ્રી પાર્શ્વનાથની પહેલાંના તીર્થકરોને કલ્પિત ઊભા કરેલા માને છે, પણ એવી માન્યતા વાળાઓને જૈનધર્મના ઈતિહાસ પર શ્રદ્ધા ન હોવાથી પોતે ભ્રષ્ટ થયા છે અને અન્યોને નાસ્તિક કરીને ભોળા જૈનોની ત્રિશંકુ જેવી અવસ્થા કરે છે. જ્યાં સુધી તેઓ જૈનશાસ્ત્રોના પુરા પારગામી થયા નથી, ત્યાં સુધી તેઓએ જેજે શંકાઓ થવા પામે તેનો ખુલાસો મેળવવા જૈનશાસ્ત્રો વગેરેનો પૂર્ણ અભ્યાસ કરવો, અને ગીતાર્થ ગુરુઓને પૂછવું. અનંતકાલનો ઈતિહાસ એકદમ અવધિ આદિ જ્ઞાન થયા વિના જાણી શકાય નહીં, માટે પ્રથમ શાસ્ત્રોનો અભ્યાસ સારી રીતે કરવો કે જેથી કાલાંતરે કેટલાક ખુલાસા સહેજે આપોઆપ થઈ જાય છે. પ્રશ્ન - કેટલાક કહે છે કે, શત્રુંજય - સિદ્ધાચલ તીર્થ છે તે પાછળથી થયું છે અને શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ પોતાના લખેલ ગ્રન્થમાં સિદ્ધાચલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84