Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
લોકદષ્ટિએ મહાત્મા ગાંધી જેવાને પણ સ્વરાજ્યને પ્રાપ્ત કરવાની ઇચ્છા રહી છે. ગાંધીજી કંઈ પૌદગલિક સ્વરાજ્યની વાસનાથી રહિત થયા નથી, કારણ કે તેઓ નિવૃત્તિ માર્ગને પંસદ કરતા નથી,
તો ગૃહસ્થ જૈનો કે જેઓ ચોથા અને પાંચમાં ગુણસ્થાનકમાં છે અને જેઓને મુકિતસુખની ઈચ્છાની સાથે હજી સાંસારિક જડસુખો ભોગવવાની ઈચ્છા છે, તેઓ લક્ષ્મી, સ્ત્રી – પુત્ર, સ્વરાજ્ય વગેરેની ઈચ્છા કરે છે અને તેઓની પ્રાપ્તિ માટે શાસનદેવોની આરાધના પણ કરે તો તેથી કંઈ તેઓ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તતા નથી.
નિદાન કરો:
તેઓની નિંદા કરવી અને તેઓ પુત્રાદિક માટે તીર્થોમાં આંટા ફેરા મારે છે - ઈત્યાદિક કહેવું તે જૈનશાસ્ત્રોનું પોતાને જ્ઞાન નથી, એમ બતાવે છે અને જૈનોને જૈનતીર્થોમા જતાં અટકાવે છે, એમ સમજવું.
કોઈ પણ તીર્થ અથવા કોઈ પણ સંસ્થા થઈ એટલે તેમાં ભૂલ હોય અથવા ન હોય તો પણ તેની ટીકા, નિંદા કરવી હોય તો કરી શકાય છે; તેથી કંઈ શ્રદ્ધાળુ ભક્તોને ખરાબ અસર થતી નથી. ગૃહસ્થ જૈનો સ્વધિકારે ધર્મ પાળી શકે છે.
તીર્થસ્થળોની યાત્રાએ જનાર જૈનોએ સત્ય બોલવું, યથાશકિત સ્વાધિકાર દયા પાળવી, ચોરી કરવી નહીં, પરસ્ત્રી ત્યાગ અને સ્વદારા સંતોષરૂપ બ્રહ્મચર્ય પાળવું વગેરે વ્રતોનેજૈનો ધારણ કરે છે અને પ્રભુની યાત્રા કરીને તેવા ગુણો પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરે છે અને ત્યાં સાધુઓ પણ તેઓને સગુણોનો ઉપદેશ આપે છે, તેથી જૈનોમાં દુર્ગણ દુષ્ટાચાર રહેતો નથી અને હોય છે તો તેઓ અભ્યાસ કરીને દુર્ગુણ દુરાચારોનો નાશ કરે છે.
તીર્થયાત્રા શા માટે?
જૈનો તીર્થયાત્રાએ જાય છે અને પ્રભુના જેવા પોતાનામાં રહેલા સદ્દગુણોનો પ્રકાશ કરવા ઈચ્છે છે અને એવું તેઓને જૈન ગુરુઓ તરફથી જ્ઞાન મળે છે, તેથી જૈનો પુત્રાદિકની લાલસાએ ભોયણી પાનસર વગેરેની યાત્રાર્થે જતા નથી પણ પ્રભુની સેવાભક્તિ માટે જાય છે. એવા સમાજૈનોનું ખાસ લક્ષ્યબિંદુકેજે સમ્યગુ દૃષ્ટિરૂપ સમક્તિથી પ્રગટેલું હોય છે, તેવા જૈનોની અને પાનસર, ભોયણી, શંખેશ્વર વગેરે તીર્થોની નિંદા કરનારા-આશાતના કરનારા નાસ્તિકોની સંગતિ કરવી નહીં,
૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org