Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 30
________________ પૌગલિકપુત્ર, સ્ત્રી, ધનવગેરેની આશાએ જનારાજૈનો પણ પ્રભુતીર્થકર વગેરેનીસેવાભક્તિમાં જોડાઈને પુણ્યબાધે છે અને આ ભવમાં પણ તેમને પુણ્ય ફળે છે, એમ પણ બને છે. છેવટે તેઓ પૌગલિક સુખની આશારહિત રકત મુક્તિસુખની ઈચ્છાએ પ્રભુના સેવકો તરીકે જૈનો બને છે, માટે ગમે તેવી મિથ્યાત્વદશામાં તીર્થસ્થળમાં તથા શાસનદેવો પાસે જવામાં છેવટે આગળ ચઢવાનું થાય છે, કારણકે ત્યાંથી જ આગળનો પ્રકાશ મળે છે. શ્રી સર્વ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાત્વ છે, તેમાંથી જ સમક્તિમાં જવાનો માર્ગ ખુલ્લો થાય છે. તેથી મિથ્યાત્વદશામાં પણ મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે, તેવી રીતે તીર્થસ્થળોમાં સ્ત્રી પુત્રાદિકની ઈચ્છાએ જનારાઓ તથા શાસન દેવ - દેવીઓની બાધા માનનારા જૈનો પણ ત્યાંથી જ આગળનું ઉચ્ચ શિક્ષણ-વર્તન પાળવાના અનુભવને પ્રાપ્ત કરે છે; માટે ઘંટાકર્ણ વીરાદિની નિંદા કરનારાઓએ સત્યજ્ઞાન તથા લોકોની ધર્મ પાળવાની પદ્ધતિનો ખાસ અનુભવ કરવો જોઈએ, કે જેથી તેઓ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી પાપના ભાગીદાર ન બને. (માણસા વિ.સં. ૧૯૮૦ ના મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે ઉજવાયેલ અને શાત પુત્ર મહાવીર નામના ચોપાનિયામાં બાધા સંબંધી લખ્યું છે, તે સંબંધી જણાવવાનું કે ઘંટાકર્ણવીરની નામના નિયમોની હારમાળા લીંબોદરાના શાહ તલકચંદેછપાવી બહાર પાડી છે તે કંઈઅમારાતરફથી જણાવવામાં આવી નથી. તેથી તે સંબંધી અમો જવાબદાર નથી.) ઘંટાકર્ણ મહાવીર સંબંધી પૂર્વલખાઈ ગયું છે, તેથી હવે તે સંબંધી વિશેષ લખવાનું રહ્યું નથી. હાલના કેટલાક જૈનો, કે જેઓ રાજકીય પ્રવૃત્તિવાળા ધર્મશ્રદ્ધાચારથી કુતર્ક-નાસ્તિક-સંશયી બનેલાઓ છે, તેઓનો વિશ્વાસ કરશો તો ઠગાશો. કેટલાક રશિયાનોના બોલ્સેવિકોના જેવા વિચારો ધરાવે છે અને હિંદનાં દરેક ધર્મના ધર્મગુરુઓનો અને ધર્મનો રિવાજોનો નાશ કરવા ઈચ્છે છે. સાધુઓની–ત્યાગીઓની સંસ્થાઓનો નાશ કરવા હાલમાં દેશ સમાજ સુધારક દળો પૈકી ઘણા નાસ્તિક દળોની પ્રવૃત્તિ થઈ છે. તેઓ ત્યાગીઓની નિવૃત્તિને ધિક્કારે છે, તે પૈકી કેટલાક આંગ્લભાષાદિ કેળવણી પામેલાઓ છે. તેઓ જૈનશાસ્ત્રોમાં ઘણો કલ્પિત ભાગ વધી ગયો છે, એમ માને છે. તેમાંથી કેટલાક જૈનશાસ્ત્રોમાંના સ્વર્ગ અને નરક તો પુરાણોની પેઠે પૂર્વાચાર્યેઊભા કરેલા છે એમ માને છે, કેટલાક સુધરેલા નાસ્તિક જૈનોને સાધુઓ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84