Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
તે વિદ્યાનો અમોએ અનુભવ કર્યો છે; તેથી મનુષ્યની શ્રદ્ધા વિચાર જ મનુષ્યને ફળ આપનારા થાય છે, તે પ્રમાણે જેઓને શાસન દેવ-વીરો ઉપર એવી શ્રદ્ધા છે, કે તેઓ મને અવશ્ય ફળ આપશે, તેઓને-તેઓનો શ્રદ્ધાસંકલ્પ જયારે ત્યારે આ ભવમાં અને પરભવમાં સંકલ્પ અનુસાર ફળ આપે છે અને આ વાત નિરિયાવલસૂત્રમાં આપેલી એક સાધ્વીની કથાથી સિદ્ધ થાય છે.
-
-
-
-
-
-
-
આત્મિક સુખ માટે દેવોપાસના:
જે કુળ જૈન છે અને દેવ-ગુરુ-ધર્મના રાગી છે, તેઓ કંઈ એકદમ એકલા મોક્ષ સુખ માટે ત્યાગી બની જતા નથી. તેઓને તો ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુઓ મેળવવાની ઇચ્છા છે. તેથી તેઓ દેવતાઓની સેવાભક્તિ દ્વારા ઈચ્છિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે અને તે આશાએ પ્રયત્ન કરતાં અને જૈનતત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં છેવટે આત્મામાં સુખ માનીને શાસનદેવોને અને તીર્થકરોને પછીથી પૌદ્ગલિક સુખ માટે પ્રાર્થના કરતા નથી.
પછીથી બાહ્ય સુખાર્થે તીર્થકરોને માનવા કરતાં આત્મસુખાર્થે તીર્થકરોને માને છે, પૂજે છે અને શાસન દેવોને પણ આત્મસુખાર્થે મદદકારી માને છે. આવી દશા કંઈ એકદમ પ્રાપ્ત થતી નથી.
અને તગુણ ઉત્તમઃ
જડસુખમાંથી આત્મસુખમાં આવતાં ઘણો કાળ વહી જાય છે. ગૃહસ્થ જૈનો કેટલાક કુળાચારથી છે, તેઓને દેવગુરૂધર્મની સામગ્રી નજીક હોય છે અને જેઓ સામાન્ય જૈનધર્મના શ્રદ્ધાળુ હોય છે, તેઓ ખરેખરી રીતે મિથ્યાત્વિઓ કરતાં અનંત ગુણા ઉત્તમ છે અને તેઓ અનુક્રમે જૈનદશામાં હળવે હળવે આગળ વધે
સંશયી આત્મા
તેઓને વિચાર પ્રવત્તિમાંથી ભ્રાંત કરી અનુત્સાહી, અવિશ્વાસી બનાવાથી તેઓ કંઈ આગળની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકતા નથી અને વર્તમાનદશામાં સંશયી થાય છે અને ઉલ્ટાપતિત પણ થાય છે. જેઓ જૈનશાસ્ત્રોની આવી શૈલીમાં શંકા કરે છે, તેવા સંશયીઆત્માઓ નષ્ટ થઈ જાય છે.
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org