Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
શ્રી યશોવિજયજી ઉપાધ્યાયને સરસ્વતીદેવીએ પ્રત્યક્ષદર્શન આપ્યું હતું અને જ્ઞાનમાં મદદ કરી હતી. તેવા મહાપુરુષો કદાપિ જૂઠું બોલતા નથી.
દવ - સહાયઃ
આ ઉપરથી વાંચકો સમજી લેશે કે મલ્લિનાથ, પાનસરા મહાવીર, કેસરીઆજી શંખેશ્વર, મહુડી વગેરે તીર્થસ્થળના અધિષ્ઠાતા દેવો ચમત્કારી છે. તેઓ તીર્થંકર પ્રભુના ભક્ત છે. તેથી સાધર્મિક જૈનોને વ્યવહારિક તથા ધાર્મિક બાબતોમાં મદદ કરી શકે છે. તેઓ સર્વ જૈનોને મદદ કરી શકે એવો કંઈ નિયમ નથી પણ તેઓ પ્રભુની સેવા-ભક્તિજન્ય પુણ્યોદય અનુસારે સહાયક થાય છે અને તે પ્રભુની સેવા - ભક્તિથી પાપ – કર્મનો અનિકાચિત કર્મોદય પણ નષ્ટ થઈ જાય છે.
શાસનદેવો રાગ અને દ્વેષી તથા બાહ્યશક્તિવાળા અને વૈક્રિય શરીરી છે. તેઓ સદાકાલ તેઓની સ્થાપિત મૂર્તિઓમાં રહે છે – વાસ કરે છે, એવો કંઈ નિયમ નથી.
તેઓની મૂર્તિઓ સમક્ષ તપ વગેરે સાથે મંત્ર જપનારાઓને અવધિજ્ઞાન વડે જાણી શકે છે, અને તેઓને સ્વસ્થાને બેઠાં બેઠાં પણ સહાય કરવાની શકિત વડે સહાયક થાય છે. અને કોઈ વખતે પ્રત્યક્ષ દર્શન આપે છે. તેથી સ્વપ્રમાં પણ દર્શન આપે છે.
પાખંડ- ત્યાગ:
દેવોના અને દેવીઓના નામે કેટલાક જુઠાલોકો પાખંડચલાવે છે અને માન, પૂજા, લક્ષ્મીની લાલચે "મને દેવ પ્રત્યક્ષ છે, હું અમુક કાર્ય કરી શકું છું" એમ જુઠું કહીં લોકોને ઠગે છે તથા લોકોની આગળ ધૂણે છે તથા અમુક દેવી પાડો, બોકડો માગે છે, એમ ધૂણીને કહે છે. આવા જુઠા પાખંડી ઠગ લોકોથી કદાપિ છેતરાવું નહીં અને તેઓનું કથન સત્ય માનવું નહીં, તેમજ તેઓની સંગતિ પણ કરવી નહીં.
પાડા અને બકરા વગેરેનું માંસ દેવો અને દેવીઓ ખાતા નથી અને તેનાથી ખુશ થતા નથી, એમ જૈનશાસ્ત્રો પોકાર કરીને જણાવે છે. જૈનશાસ્ત્રો મિથ્યાત્વી દેવોથી અને દેવિઓથી અને તેઓના ભક્તોના જૂઠાણાથી દૂર રહેવાનું ફરમાવે
છે.
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org