Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
પ્રેમથી વર્તો :
જૈનશાસનદેવો કે જેઓ જનસંઘના સહાયક છે અને સમકિતધર્મી છે, તેઓની સાથે સાધર્મિક બંધુની દૃષ્ટિએ પ્રેમથી વર્તવાનું જણાવે છે.
જૈનો જૈન મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે શ્રી તીર્થંકર વીતરાગદેવને મૂલનાયક પ્રભુ તરીકે જાણે છે અને તેમની નીચેની દેવીને તથા ગોખલા વગેરેમાં રાખેલ યક્ષ યક્ષિણીને પ્રભુના સેવક તરીકે જાણે છે અને તીર્થંકર પરમાત્માને તેમની દિશાએ પૂજી સ્તવી ગુણો ગ્રહે છે. શાસન દેવદેવીઓને તેમના અધિકાર પ્રમાણે માને છે, પૂજે છે, તેથી જૈનોને લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી.
જે જૈનો લોટેશ્વર, મીરાંદાતાર જાય છે, તે કરતાં જે જૈનો ઉત્તમ ભાવનાથી શાસનદેવોની પાસે જાય છે, તેઓ અનેક રીતે મિથ્યાત્વ વાસનાઓથી બચી જાય છે. તેઓને જૈનોનો પરિચય રહેવાથી મૂળ સમકિત આદિના આચારમાંથી ખસી જવાનો વખત પણ આવતો નથી.
લોટેશ્વર વગેરે જનારાઓ તો મિથ્યાત્વી થઇ ગએલા દેખાયા છે, તેથી કેશરીઆજી, મહુડી વગેરે સ્થળે જનારા અને બાધા આખડી રાખનારા કે જેઓ કુળથી જૈનો છે, તેઓ મિથ્યાત્વીલોટેશ્વર વગેરેતીર્થે જનારા જૈનોકરતાં અનંતગુણા ઉત્તમ જણાવા, કારણકે તેઓ છેવટેજૈનધર્મી૨હેઅનેસુગુરુની જોગવાઇમળેથીબાધાઆખડીઓમાંથી પણ મુક્તથાયછે, તેમજબાધાઆખડી રાખ્યા વિના પણ શાસનદેવીઓનેમાનેછે, પૂજેછે.
કુલાચારે જૈન :
જૈનોમાં એકડીયાની શાળા જેવા કુળજૈની હોય છે, તેઓ સ્વાર્થ માટે પૌદ્ ગલિક ઇષ્ટ વસ્તુઓના લાભ માટે દેવદેવીઓની પ્રાર્થના કરે છે. તેઓને બાહ્યલક્ષ્મી વગેરે પદાર્થોની ઘણી જરૂર હોય છે, તેથી તેઓ તેઓની દશા પ્રમાણે તીર્થસ્થળોમાં જઇ લક્ષ્મી વગેરે મળવાની ભાવના કરે છે. તેમને ભાવના પ્રમાણે ફળની પ્રાપ્તિ પણ પુણ્યોદયે થાય છે, ભાવના એ જ સંકલ્પ છે.
સંકલ્પ - સિદ્ધિઃ
યોગશાસ્ત્રોનો નિયમ છે કે, સંકલ્પ જ કાર્ય કરે છે અને દેવો તો તેમાં નિમિત્ત માત્ર બને છે. મેસ્મેરીઝમ, હિપ્રોટીઝમ વગેરે યોગના કેટલાક ભાગને અમેરિકનોએ પ્રસિદ્ધ કર્યા છે, તેમાં શ્રદ્ધા સંકલ્પ બળથી મનુષ્ય દેવની પેઠે ચમત્કારો કરી બતાવે છે એમ જણાવ્યું છે.
Jain Educationa International
૨૨
For Personal and Private Use Only.
www.jainelibrary.org