Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
આપણા બંધુઓ, મિત્રો, હિતસ્વીઓ જેમ પ્રેમથી આપણને ખાનગી રીતે તથા જાહેર રીતે પ્રાચ્યા વિના પણ મદદ કરી શકે છે. તેમ શાસનદેવો પણ જૈનાત્માઓ હોવાથી તેઓની સાથે ગૃહસ્થો સાધર્મિક સગપણનો અતિ શુદ્ધ પ્રેમ ધારણ કરે છે. તેઓ પ્રસંગોપાત ગુપ્તપણે અકસ્માત પ્રસંગે સહાય કરે છે, કે જેની તેઓને ખબર પણ પડતી નથી,
દેવ દેવી યક્ષ યક્ષિણીઓને અમુક સારૂં કાર્ય કરીશ તો તને અમુક વસ્તુ આપીશ, એવી રીતની બાધા માન્યતાથી અજ્ઞ જૈનો માને છે, પૂજે છે, પણ તે રિવાજથી જૈનો સ્વાર્થીકામ કાઢી લેનાર અજ્ઞ ઠરે છે. પણ જેઓ ધર્મમાર્ગમાં પ્રાર્થે છે, સ્તવ છે અને બાધા આખડી વિના દેવદેવીઓના મંત્રોના જાપ કરે છે અને દેવગુરુધર્મની આરાધના કરે છે, તે સ્વાલંબની મધ્યમ જૈનો જાણવા.
છઠ્ઠા ગુણઠાણા સુધી જૈન સાધુઓ, દેવોની અને દેવીઓની ચોથી થોય કહી સ્તુતિ કર છે. સાતમા ગુણ ઠાણે પહોંચેલા મુનિઓ, દેવોની અને દેવીઓની સહાયની ઈચ્છાનો વિચાર સ્વપ્રમાંપણ કરતા નથી.
પ્રભુ મહાવીરદેવના સમયમાં નાગ સારથિની સ્ત્રી સુલસાએ પુત્રોની ઈચ્છાથી દેવની આરાધના કરી હતી, તેથી તેને દેવ બત્રીશ ગોળીઓ આપી હતી, તેથી બત્રીશ પુત્રો થયા, તે ચેલણાના હરણ વખતે મરણ પામ્યા હતા. ઉપરના દ્રષ્ટાંતોથી દેવદેવી સહાયતા કરે છે, એમ સિદ્ધ થાય છે.
નાસ્તિક સં ગ ત્યાગ :
જેઓ દેવો અને દેવીઓ, યક્ષો, વીરો વગેરેની હસ્તીનું ખંડન કરે છે, તેઓની માન્યતા જૂઠી છે. જેઓ સહાયતાનું ખંડન કરે છે, તેઓ જૈનશાસ્ત્રોની ઉત્થાપના કરે છે અને જૈન ધર્મના શત્રુ તરીકે નાસ્તિક તરીકે જાહે૨માં સિદ્ધ ઠરે છે, સમ્યક્ દૃષ્ટિ જૈનોએ તેવા નાસ્તિકોની સંગતિ કરવી નહીં.
જેઓ જૈનશાસ્ત્રોમાં કહેલા સ્વર્ગ દેવલોકની ઉત્થાપના કરે છે, તેઓ ખુદ સર્વજ્ઞ મહાવીરની ઉત્થાપના કરે છે. સ્વર્ગ અને નરકની ઉત્થાપના કરતાં જૈનશાસ્ત્રોની અને જૈન તીર્થંકરોની ઉત્થાપના થાય છે.
આશાતના અને કર્મ બં ધન :
જૈન શાસનદેવોની નિન્દા આશાતના કરવાથી અને ગુરુઓની નિન્દા કરવાથી કુળનો ક્ષય થાય છે. પગામસજાયમાં લેવાળ બતાવળાપુ દેવીબં
૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org