Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 23
________________ પ્રાંતષ્ઠા વિધિમાં ઘંટાકર્ણવીરને દાખલ કરત જ નહીં અને તેમની પૂજા કરત જ નહીં. ઉપયોગી સુંસાધન : આપણા જૈનોને, શ્રાવક અને સાધુધર્મ આરાધતાં વૈદ્યો, ડૉકટરો રાજાઓ, સૈન્ય, પોલીસ મદદ કરે છે અને આપણે તેને તે તે દશાની અપેક્ષાએ સાધન માનીએ છીએ અને જિનેન્દ્રદેવ, સુગુરુ વગેરે મહાસાધન, પરમ સાધન તરીકે માનીએ, તેથી કંઈ આપણને મિથ્યાત્વ લાગી જતું નથી અને આપણે જૈનો કંઈ આંડા માર્ગે જતા નથી. કારણ કે સર્વની અનુક્રમે મહત્તા ઉપયોગીતા જાણીએ છીએ, તેમાં ડૉક્ટર, વૈદ્ય, સૈન્ય, સિપાઈ, રાજા વગેરે પણ અપેક્ષાએ જેમ સુસાધન છે. તેમ તીર્થંકરદેવ, સદ્ગુરૂદેવ પણ અપેક્ષાએ મહા સુસાધન છે,પણતે બેમાંથી ડૉકટર વૈદ્ય, પોલીસ વગેરે તીર્થંકરરૂપ મહાસાધનની અપેક્ષાએ પરંપરાએ નિમિત્ત સાધન ઉપયોગી સાધન તરીકે ગણાય છે. તીર્થંકરદેવ, ગુરૂ અને જૈન ધર્મ નજીકના અત્યંત મહસાધન નિમિત્ત કારણ ગણાય છે. તીર્થંકર વીતરાગ દેવની મહાસાધનતા છે. તેથી કંઇ વૈદ્ય, રક્ષક વગેરે સહાયકારકોની કુસાધનતા ગણાતી નથી, તેમ શાસનદેવો પણ ધર્મ માર્ગમાં આત્માની શુદ્ધિ કરવાનાં,વિમનિવારણ કરનારા હોવાથી તીર્થંકર રૂપ મહા સાધનની અપેક્ષાએ તેથી ઉતરતા સુસાધન રૂપ ગણાય છે. પણ તીર્થંકરદેવના સાધનની આગળ કુસાધન તરીકે ગણવા તે તો અજ્ઞાનતા છે. આ સાધન પાછળથી પણ અન્યોને ઉપકારી સાધન તરીકે હોવાથી પ્રવાહની અપેક્ષાએ સુસાધન જ ગણાય છે, પણ કુસાધન થઈ શકે જ નહી - એમ જૈનશાસ્ત્રો જણાવે છે. શાસનદેવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, તેથી તેઓ પોતાની પાસે આવનારાઓની દશા વિચાર જાણી શકે છે. તેથી તેઓ પરીક્ષા કરીને શ્રી પ્રભુ ભક્તોને યથાયેગ્ય સહાય કરે છે. આવી સહાયને પ્રભુ ભક્ત જૈનો કદાચ જાણી શકે અને જાણી ન પણ શકે. સ્વાર્થી મનુષ્યોના કરતાં પરમાર્થી દૃઢ જૈનોને તેઓ માગ્યા વિના પણ ગુપ્તપણે સહાય કર્યા કરે છે. Jain Educationa International ૧૮ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84