Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 17
________________ ગાંધીજીની ઈચ્છા થતાં તે હજી સુધી સ્વરાજ્ય અપાવી શકયા નહીં, તેમાં તે બાબત સંબંધી ગાંધીજીનું પણ નિકાચિત કર્મ છે. નિકાચિત કર્મ એવાં છે કે તે ભોગવવાં પડે છે. અનિકાચિત કર્મોનો તો તપ, સંયમ, ભાવ, ધ્યાન વગેરેથી નાશ થાય છે, પણ ઉત્કૃષ્ટાભાંગે બાંધેલા નિકાચિત કર્યો તો અવશ્ય ભોગવવાં પડે છે,અને તેથી પ્રભુ મહાવીરદેવ પણ બચ્યા નથી. પ્રભુ મહાવીરદેવને અશુભ કર્મનો ઉદય હતો, ત્યાં સુધી અશુભ નિમિત્તનાં સંયોગો મળ્યા હતા અને જ્યારે શુભ કર્મનો તેમને ઉદય થયો, ત્યારે ઈન્દ્રાદિકદેવો સાતા પૂછવા આવ્યા. ગૌતમબુદ્ધને જ્યારે ખીલો વાગ્યો અને તેથી તેમનો પગ વિંધાઈ ગયો,ત્યારે તેમના શિષ્યોએ પૂછ્યું કે,તેમને ક્યા કર્મથી ખીલો વાગ્યો ? ત્યારે ગૌતમબુધ્ધે કહ્યું કે,અહીંથી એકાણુંમા ભવમાં એક મનુષ્યને વીંધી નાખ્યો, તે વખતે કર્મ બાંધ્યું તેના ઉદયથી હાલ પગે વિંધાયો છું. મનુષ્ય જો કોઈને પગમાં, હાથમાં, પેટમાં જ્યાં જ્યાં જેવી જાતની વેદના કરે છે, તેને તેથી ત્યાં ત્યાં તેવી વેદના ભોગવવી પડે છે.શ્રીપાલરાજાને કોઢ થયો પણ શુભકર્મનો ઉદય આવવાનો હતો તેથી નવપદ સિદ્ધચક્રની આરાધના થઈ. શુભ કર્મ,તપ,જપ,સંયમ,દાન,ધ્યાન કરવાથી પૂર્વભવનાં કરેલાં કર્મનો ક્ષય થાય છે અને પાપકર્મ પણ પુણ્ય કર્મના રૂપમાં ફેરવાઈ જાય છે અને કર્મના અનિકાચિત કર્મોદયનો પણ નાશ થાય છે;તે પ્રમાણે શ્રીપાલરાજાને થયું. અને તેમનો કોઢરોગ ટળી ગયો અને શુભકર્મનો ઉદય થવાનો પ્રસંગ આવ્યો. જ્યારે ઈન્દ્ર, હરિણગમેષી દેવને હ્યું કે, તમો દેવાનંદાની કૂખેથી પ્રભુમહાવીર ને શ્રીત્રિશાલારાણીની કૂખમાં મૂકો, ત્યારે હરિણગમેષીદેવે તે પ્રમાણે કર્યું. તેથી તેમાં પ્રભુ મહાવીરદેવને શુભકર્મોદયમાં દેવોની સહાય મળી એમ સિદ્ધ થાય છે જ.જ્યારે મહાવીરપ્રભુને તીર્થંકર નામ કર્મોદય પ્રગટયો, ત્યારે દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુને પૂજ્યા, સેવ્યા. સગરચક્રવર્તીના સાઠહજાર પુત્રોએ અશુભકર્મ બાંધ્યું હતું, તેથી ભુવનપતિદેવ સાઠહજાર પુત્રોને બાળી ભસ્મ કરી દીધા.જ્યારે શ્રીકૃષ્ણની દ્વારિકાનગરી બાળવાનો પ્રસંગ આવ્યો. ત્યારે શ્રીકૃષ્ણથી પણ તે બચાવી શકાઈ નહીં. વિષ્ણુ પુરાણના આધારે જુઓ કે, શ્રીકૃષ્ણે દેહનો ત્યાગ કર્યો અને અર્જુન શ્રીકૃષ્ણની ગોપીઓને લઈ હસ્તિનાપુર તરફ જતા હતા, ત્યારે વચમાં અર્જુનને Jain Educationa International ૧૨ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84