Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 15
________________ વિર શ્રાવક હોવાથી શ્રાવક જેમ શ્રાવકનું ખાય છે, તેમને શ્રાવક હોવાથી ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે. જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજ્યો, શ્રાવકો ઘંટાકર્ણવીરના મંત્ર આરાધે છે. ઘંટાકર્ણ મંત્રનો જપ કરે છે. કેટલાકયતિઓએ ઘંટાકર્ણવીરના મંત્રથી સર્પવિંછી વગેરેનાં વિષ ઉતાર્યા છે, એવું મેં પ્રત્યક્ષ દેખ્યું છે તથા કેટલાકને ઘંટાકર્ણવીરનો મંત્ર સાધીને ચોથીઓ જવર ઉતર્યો હતો અને વિછીનું વિષ ઉતર્યું છે, તેનો મને અનુભવ થાય છે. જેને શ્રદ્ધા હોય અને જે પરસ્ત્રી ત્યાગી હોય તેને થાય છે. - ઘંટાકર્ણવીરને નવગ્રહોની પેઠે જૈનો અને હિન્દુઓ બન્ને માને છે અને બન્ને તેની આરાધના કરે છે.ઘંટાકર્ણ મહાવીરના મંત્રકલ્પ બે ત્રણ જાતના છે.અને તેમાં કયા કયા કાર્ય પર તે મંત્રપ્રવર્તે છે, તેમાં વિધિપૂર્વક જણાવ્યું છે. અમારા પરમ તારક ગુરુ મહારાજ શ્રી રવિસાગરજીએ મને વિ. સં. ૧૯૫૪ના ફાગણ માસમાં ઘંટાકર્ણ મંત્રની ગુરુગમતા આપી હતી. જૈન સાધુઓ પૈકી ઘણાખરા ઘંટાકર્ણવીર મંત્રની આરાધના કરે છે. ઘંટાકર્ણની મંત્રસ્થાલી અમદાવાદ, વિજાપુર વગેરે જેજેસ્થાને પ્રતિષ્ઠા કરનારા જૈનો છે, તેઓને ત્યાં હોય છે. આપણે જેમ આત્માઓ છીએ અને પરસ્પર એકબીજાને મદદ કરીએ છીએ, તેમ ચારે પ્રકારના દેવતાઓ પણ આત્માઓ છે, તેઓ પણ આપણને ધર્માદિકસંગથી અથવા મંત્રારાધનયોગથી મદદ કરે છે, આપણા પૂર્વકૃત કર્મના ઉદયમાં તે નિમિત્ત હેતુ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકેતત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રહો નીયાનામુએસૂત્રરચીતમાં જણાવ્યું છે કે, સંસારી સર્વજીવોને પરસ્પર એકબીજાનો ઉપકાર થાય છે. દેવો, મનુષ્યો, તિર્યંચો વગેરે સર્વ એકબીજા અનેક રીતે ઉપકાર, સહાય મદદ કરી શકે છે. તેમ તત્વાર્થ સૂત્રથી સિદ્ધ થાય છે. સમક્તિી જૈનો હાલ દુનિયામાં એકલા સમકિતી મનુષ્યોની મદદથી જીવી શકતા નથી. તેઓ હિંદુ, મુસલમાન વગેરેની મદદ સહાય અને ઉપકારથી પોતાનાં દુઃખ ટાળી શકે છે. અને આજીવિકા ચલાવી શકે છે. તેથી કંઈ તેઓને મિથ્યાત્વલાગતું નથી, કારણ કે જૈનો જાણે છે કે અન્યધર્મીઓએ કંઈ વીતરાગદેવ નથી, તે પ્રમાણે જૈન ગૃહસ્થોને પણ વીતરાગદેવ-સર્વશદેવ તરીકે જાણીતા નથી, તે પ્રમાણે તેઓ શાસનદેવોને સમાનધર્મી મનુષ્યોની પેઠે જાણે અને તેમને ધૂપ દીપ કરે છે, સ્તવે છે, પણ તેઓને સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ તરીકે નહી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84