Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 19
________________ કોષિકરાજાને યુદ્ધમાં દેવે સહાય કરી હતી. જબૂસ્વામીના રાસમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે લખ્યું છે કે, મેં ગંગાના કાંઠ પર સરસ્વતીની આરાધના કરી અને તેથી સરસ્વતીએ પ્રત્યક્ષ આવી વરદાન આપ્યું. શ્રી બપ્પભટ્ટસૂરિને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વરદાનની વાત પ્રભાવક ચરિત્રમાં છે. દક્ષિણના શિવાજીને દેવીની સહાય હતી. શ્રી કુમારપાળ રાજાને શ્રી હેમચંદ્રાચાર્ય દેવ મારા સહાય અપાવી હતી. સોળ સતીઓ પૈકી ઘણી સતીઓને દેવોએ સહાય કરી હતી. એમ જૈનશાસ્ત્રોમાં દેવોની, યલોની, વીરોની સહાયતાના અનેક દાખલાઓ મળી આવે છે. જેનાં તીવ્ર નિકાચિત કર્મ છે અને તપ, જપ, સંયમ, શ્રદ્ધામાં ઉત્કૃષ્ટ નથી, તેઓને દેવોની આરાધના સિદ્ધ પણ થતી નથી. અમદાવાદના નગરશેઠ શાંતિદાસનો પુણ્ય ઉદય થવા આવ્યો, ત્યારે દેવની સહાય મળી. એમ અનેક દાખલાઓથી સિદ્ધ થાય છે કે, જ્યારે શુભકર્મનો ઉદય થવાનો હોય છે, ત્યારે દેવગુરુની ભક્તિસેવામાં ચિત્ત જોડાય છે અને તેથી શાસનદેવોની સહાય પણ મળે છે. પ્રશ્ન- શ્રી વીતરાગદેવ અરિહંત તીર્થકર હોય છે, એવા શ્રી કેશરીઆજી, શ્રી આદીશ્વર, શ્રી મલ્લિનાથ, શ્રી પાનસરા મહાવીર, શ્રી શંખેશ્વર, પાવૅનાથ વગેરે તીર્થકરો, રાગ દ્વેષરહિત હોય છે. તેઓ ભક્તોને સહાય કરવાને સિદ્ધસ્થાનમાંથી અહીં આવતા નથી તો પછી કેટલાક ભક્તજૈનો કહે છે કે મલ્લિનાથે ગાડું ચલાવ્યું, અમુકનું અમુક કાર્ય સિદ્ધ કર્યું. શ્રી શંખેશ્વર પાસૅનાથે અમુક ચમત્કાર દેખાડયો. શ્રી કેશરીયાજીએ સદાશિવની ફોજને ભમરા છોડી હઠાવી દીધી.- ઈત્યાદિ ચમત્કારો જે જે સંભાળાય છે તે કોણે કર્યા? ઉત્તર :- ભોયણી - મલ્લિનાથ, પાનસરા - મહાવીર, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, કેશરીઆઇ, મહુડી-પાપ્રભુ વગેરેના નામે જે ચમત્કારો સંભાળાય છે, તે તે પ્રભુના ભક્તરાગી શાસનદેવોએ કરેલા ચમત્કારો જાણવા. વીતરાગદેવ તો રાગ દ્વેષ રહિત છે તે કંઈ સિદ્ધસ્થાનમાંથી પાછા આવતા નથી. પણ તે દેવના રાગી ભક્ત શાસનદેવો તે તે પ્રભુની ભક્તિ કરનારાઓને - તેમની ભક્તિથી પુણ્ય વધે છે, તે પુણ્યફલ ભોગમાં સહાયક બને છે અને ૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84