Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 20
________________ પ્રભુના નામ અને પ્રસંગે પ્રભુનું રૂપ કરીને પણ ભક્ત લોકોને દર્શન આપે છે. તેથી ભક્તો જાણે છે કે પ્રભુએ મને પ્રત્યક્ષ થઈને દર્શન આપ્યા. કેશરીઆજીમાં ભૈરવદેવ છે. તે શ્રી કેશરીઆજીનો મહિમા વધારવા અને લોકો વડે પ્રભુની મૂર્તિ પૂજાવવા માટે બાધા-આખડીઓમાં પણ સહાય કરે છે. કોઈને નિકાચિતકર્મના ઉદયથી સહાય મળતી પણ નથી. મહુડી શ્રી પ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે, તે પણ પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતનાં અનેક ચમત્કારો સંભળાય છે જેના શુભ કર્મનો ઉદય થવા આવે છે, તે તે બાબતમાં નિમિત્તભૂત સહાયકારી ગણાય છે. ગાંધીજી કેદમાંથી છૂટે તે માટે એક શ્રાવક જે ગાંધીજીનો રાગી હતો, તેણે અમને વિનંતી કરી; અમે તેને અનુષ્ઠાન કરવાનું કહ્યું અને તેણે માધ માસમાં અનુષ્ઠાન કર્યું અને પછી ગાંધીજી છૂટયા. તેમાં ગાંધીજીનું છૂટવાનું પુણ્ય તે ઉપાદાન કારણ અને તેમાં અનેક નિમિત્ત સાધનો પૈકી સાધકને આ પણ એક નિમિત્ત સાધન મનમાં લાગે એમાં શ્રદ્ધાળુ ભક્તોને આશ્ચર્ય લાગતું નથી. નાસ્તિકો કે જે આ બાબતને નથી માનતા, તેઓને કંઈ આમ લખવાથી શ્રદ્ધા થતી નથી. આસ્તિક નાસ્તિક બુદ્ધિથી જયાં - જ્યાં આસ્તિકોનો અને નાસ્તિકોનો સ્વાભાવ જુદો જુદો દેખાય છે. તિલક, અરવિંદ, દોષ માલવીયા વગેરે દેવોને અને પ્રભુ પરમાત્માને માને છે. તેઓ દેવ-દેવીઓની ઉપાસનાને તેમના શાસ્ત્રાનુસારે સ્વીકારે છે. શ્રી તીર્થંકર પ્રભુના શાસનભક્ત દેવો છે, તે પ્રભુના સેવકો છે તે કંઈ પ્રભુથી મોય નથી.રાજાના નોકરો સૈનિકોના જેવા છે. જૈનશાસનદેવો સત્ત્વગુણી છે. તેઓની આગળ દારૂ, માંસાદિ અભક્ષ્ય, અપવિત્ર વસ્તુઓના નૈવેદ્ય ધરાવતાં નથી. શક્તિમંત્રના દેવો અને દેવીઓ અને તેઓની સેવાભક્તિનાં સાધનોથી જૈનશાસનદેવ દેવીઓના રીતરિવાજ જુદા છે અને નૈવેદ્ય, પૂજા ભક્તિ સર્વે સાત્ત્વિક આચારવાળા છે. જૈનધર્મના તીર્થકરોના યક્ષોના અને યક્ષિણીઓના હાથમાં અનેક પ્રકારનાં શસ્ત્રો છે. તે તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84