Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 14
________________ સનાતની જૈનો ઉપર્યુક્ત બાબતને સત્ય માને છે. જૈનો ચાર પ્રકારના દેવોને જૈનશાસ્ત્રના આધાર માને છે. ભુવનપતિ, વ્યંતર,જયોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારદેવો છે. તેમાં વૈમાનિકદેવો તો અહિંથી એક રાજલોકછે, તેમાં પ્રથમ બાર દેવલોકનાં વિમાનો છે, તેના ઉપર નવરૈવેયક દેવોનાં વિમાનો છે, તેના ઉપર પાંચ અનુત્તર વિમાનોના દેવો છે અને તેના ઉપર સિદ્ધશીલા છે. તે ઉપર સિદ્ધ પરમાત્માઓ રહે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓનાં વિમાનો કે જે આકાશમાં દેખાય છે, તેઓમાં જયોતિષી દેવદેવિઓ રહે છે અને ભુવનપતિના દેવો આ પૃથ્વીની નીચે રહે છે. અહિંથી દશ યોજના નીચે કોઈપણ ઠેકાણે ઉપર વ્યંતર દેવો રહે છે. એ ચાર પ્રકારના દેવોમાં કેટલાક સમકિતી હોય છે અને કેટલાક મિથ્યાત્વી હોય છે. ચોસઠ ઇન્દ્રો તો સમક્તી છે, નવ ગ્રહોને અને દશ દિપાલોને જૈનો, પૌરાણિક હિન્દુઓ અને બૌદ્ધો માને છે પણ તેમાં જૈનો, જૈનશાસ્ત્રોના આધારે નવગ્રહાદિકને સમકિતી માને છે. આચારે પ્રકારના દેવોનું સંગ્રહણી વગેરે સૂત્રોમાં વિસ્તારથી વર્ણન છે. ચાર પ્રકારના મિથ્યાત્વી દેવો પણ પૂર્વધર મુનિ, યોગી મહાત્માઓના ઉપદેશથી સમક્તિી બન્યા છે. બાવન વીરો અને ચોસઠયોગિનીઓ પૈકી કોઈને જૈનમુનિઓ મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને જૈનદેવગુરુધર્મશ્રદ્ધાવાળા કરીને તેને જૈનશાસન રક્ષક તરીકે સ્થાપી શકે છે. અને તેઓ સ્વધર્મી જૈન બંધુઓને પ્રસંગોપાત યથાશક્તિ મદદ કરી શકે છે તેમ શ્રી ઘંટાકર્ણવીર દેવને પણ આપણા પૂર્વાચાર્યે મંત્રથી આરાધીને પ્રત્યક્ષ કરી જૈન ધર્મનો બોધ આપીને સમકિતી બનાવ્યા છે અને તેમને જૈનપ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે. પૂર્વકાલીન અથવા અર્વાચીન જૈન આચાર્યોએ એ રીતે અનેક દેવોને ધર્મરાગી બનાવ્યા છે, તેથી જૈનો જૈન શાસનદેવોને સ્વધર્મીબંધુવતમાને છે.પૂજે છે અને સંસારની ધર્મયાત્રામાં મદદ માટે શાંતિસ્નાત્રના મંત્રોની પેઠે વિનવે છે.આવી પૂર્વાચાર્યની પરંપરાગમની પ્રણાલિકાને માન્ય રાખીને જૈનો ઘંટાકર્ણવીરને ધૂપ દીપ કરે છે. ઘંટાકર્ણવીર ચોથા ગુણસ્થાનક્વાળા દેવ છે, તેથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના સમક્તિી બંધુ ઠર્યા. તેમની આગળ સુખડી ધરીને જૈનો ખાય છે, કારણકે ઘંટાકર્ણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84