Book Title: Gautam Geeta Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 8
________________ અલૌકિક જીવનમાંથી ખેંચેલા બોધરસને આ પુસ્તકમાં સુપેરે પીરસવામાં આવ્યો છે. શ્રી ગૌતમસ્વામીના પ્રેરક આલંબનને સારી રીતે સફળ કરવું હોય તો આ પુસ્તક વાંચવા ખાસ ભલામણ. પ્રસ્તુત પુસ્તકને તે જ પૂ. પંન્યાસશ્રી અજિતશેખરવિજય મ.સા. એ ખૂબ ચીવટથી તપાસીને પુસ્તકની ખૂબ સુંદર પ્રસ્તાવના લખી આપીને આ નાનકડા પણ પુસ્તકનું વજન ખૂબ વધારી દીધું. પ્રેરણા અને પ્રોત્સાહનના પાવર હાઉસ સમા મુનિરાજશ્રી મેઘવલ્લભ વિજયજી, મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી, મુનિરાજશ્રી હ્રદયવલ્લભવિજયજી આદિ સહવર્તી મુનિવરો મારું મોટું પ્રોત્સાહક પરિબળ છે. આ પુસ્તકમાં ચરિત્રકથાનું આલેખન નથી કે પદાર્થોનું પરિશીલન પણ નથી. આ માત્ર એક ભાવયાત્રા છે. એક મહાન ઉપાસ્ય વિભૂતિ શ્રી ગૌતમસ્વામીની ભાવ-સ્પંદનો દ્વારા એક અર્ચના છે. ઉત્પ્રેક્ષાઓ અને ઉપાલંભોની આ ભાવયાત્રામાં બહુલતા છે. ઉત્પ્રેક્ષા અને ઉપાલંભ પણ ભાવોની અભિવ્યક્તિ અને અભિવૃદ્ધિ માટેનું એક સુંદર સાધન છે. ભક્તિનો જ એક પ્રકાર છે. આ ભાવયાત્રા દરમ્યાન ભાવાવેગને કારણે ક્યાંય વિનયચૂક કે વિવેકચૂક થયા હોય તો અંતઃકરણથી ક્ષમા યાચું છું. પંન્યાસ મુક્તિવલ્લભ વિજય.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94