Book Title: Gautam Geeta Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 7
________________ ઉભરાઇ આવે તેવું ગૌતમસ્વામીનું અલૌકિક ચાત્ર છે ! પહેલેથી તેમના પ્રત્યે આકર્ષણ ઘણું. દીક્ષા પૂર્વે સમેતશિખરજી આદિ કલ્યાણક-ભૂમિઓના યાત્રા-પ્રવાસમાં જવાનું થયું. ગુણીયાજી એટલે ગૌતમસ્વામીનું કૈવલ્યધામ ! ત્યાં ૩-૪ કલાક રોકાવાનું થયું. અકલ્પ્ય અને અવર્ણ સંવેદનો ત્યારે અનુભવ્યા. શુભ સ્પંદનોની દિવ્ય સૃષ્ટિમાં તે ચાર કલાક વિચરણ થયું. આજે ૨૩ વર્ષ પછી પણ તે ધન્ય ક્ષણોનું સ્મરણ કરતાં રોમાંચિત થઇ જાઉં છું. તે સંવેદનોને મારી પ્રવાસ-પોથીમાં તે વખતે થોડા સંગૃહીત પણ કરેલા. ચારિત્ર-જીવનમાં ગૌતમ પ્રભુ પ્રત્યેની પ્રીતિને વિસ્તરવા મોકળું મેદાન મળ્યું. પૂ. પ્રદાદા ગુરૂદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાની કૃપાવૃષ્ટિ અનરાધાર વરસતી રહી. પૂ. દાદા ગુરૂદેવ શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા., પૂ. ઉપકારી શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ગુરુદેવ શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. નાં સાન્નિધ્યમાં વિશેષ રહેવાનું થયું. ત્રણેય પૂજ્યવર્ણો શ્રી સૂરિમંત્રના અને ગૌતમસ્વામીના અવલ ઉપાસકો ! પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીના પ્રશ્નો અને પ્રસંગોનું અધ્યયન કરતા અનેરો આહ્લાદ માણ્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં કેશી-ગૌતમીય અધ્યયન અને દ્રુમપુષ્પિકા અધ્યયન વિશેષ ગમે. ગૌતમ-પ્રીતિ એ તેનું કારણ હોઇ શકે. નંદલાલ દેવલુક સંપાદિત-મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી નામના સંગ્રહ-ગ્રન્થમાં ગૌતમ સ્વામી પ્રત્યેના અનેક ઉપાસકવર્યોના ભાવ-સંવેદનો માણ્યા... બોરીવલીમાં એક રાત્રે ગૌતમસ્વામી પ્રત્યેની ભક્તિધારામાં ખૂબ ભીંજાયો. સવારે ઊઠીને અનુભૂત સંવેદનોને કલમ દ્વારા વાચા આપવા બેઠો. તે જ દિવસે બપોરે બોરીવલીના શ્રાવક શ્રી વિજયભાઇ વોરા પૂ. પંન્યાસ શ્રી અજિતશેખરવિજય મ.સા. લિખિત એક પુસ્તક આપી ગયા. પુસ્તકનું નામ હતું: અંગૂઠે અમૃત વસે. ગૌતમસ્વામીનાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 94