Book Title: Gautam Geeta Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 5
________________ ખીલ્યા ! શ્રી ગૌતમસ્વામીએ દરેક પ્રસંગને માત્ર સહન નથી કર્યો, પણ આનંદભેર વધાવી લઇ પોતાના વિનયધર્મની ચમક જ પ્રગટ કરી છે. વસુભૂતિ એટલે કુબેર ! પણ પુત્ર પિતાથી સવાયો હોય ! શ્રી ગૌતમસ્વામી જેવા કેવળજ્ઞાનદાતા ઉદાર કુબેર બીજું કોણ હશે ? ઇન્દ્રભૂતિનો અર્થ છે જેની આંતરિક ભૂતિ-આબાદી-ઐશ્વર્ય ઇંદ્ર કરતાં પણ ચઢિયાતું છે ! (ઇન્દ્રાદપિ અધિકા ભૂતિઃયસ્થ સ ઇન્દ્રભૂતિ:) આવા ગૌતમસ્વામીના ગુણ ગાવા જતાં કહેવું જ પડે કેશબ્દોમાં સમાય નહીં એવો તું મહાન ! કેમ કરી ગાવા મારે તારા ગુણગાન ? ભગવતી સૂત્રના રચયિતા છે શ્રી સુધર્મારવામી-પાંચમા ગણધર ! એમણે જ્યારે ભગવાનના મુખે શ્રી ગૌતમરવામીના વખાણ ગવાયેલા નોંધ્યા છે, ત્યારે હવે એમાં અતિશય માનવાનો કોઇ અવકાશ રહેતો જ નથી ! એમ તો કલ્પના કરી શકાય કે શ્રી સુધર્મારસ્વામીએ પણ ભલે પોતે ભગવાનની પાટ પરંપરાના આધ પુરૂષ તરીકે સ્થપાયા, તો પણ પોતાના વડીલ ગુરુબંધુનો કેવો વિનય સાચવ્યો કે જ્યાં સુધી શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાની તરીકે વિચરતા હતા, ત્યાં સુધી કેવળી ન થઇ, એમની વિનય મર્યાદા સાચવી અને શ્રી ગૌતમસ્વામીના નિર્વાણ પછી કેવળજ્ઞાન પામ્યા ! તત્ત્વચિંતક ગણિવર શ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજની કલ્પના પ્રતિભા અદભુત કોટિની છે ! શ્રી ગૌતમસ્વામીના ધ્યાન માટે એક વાત આવે છે કે મધ્યમાં સુવર્ણ કમળ પર શ્રી ગૌતમસ્વામી બિરાજમાન છે, અને એમની ચારે બાજુ બધી. લબ્ધિઓ અપ્સરાનું રૂપ લઇ ગરબા ગાય છે ! પ્રરતુત પુસ્તકમાં આપણને જોવા મળશે કે શ્રી ગૌતમસ્વામીને મધ્યમાં રાખી ગણિવરશ્રીની કલ્પના સુંદરીઓ કેવા સરસ ગરબા ગાઇ રહી છે ! સામાન્ય રીતે પુસ્તક કેટલું સુંદર છે, એ દર્શાવવા એ પુસ્તકના કેટલાક ચિંતન મૌક્તિકો પ્રસ્તાવનામાં સેમ્પલ તરીકે રજૂ કરાતા હોય છે ! પણ અહીં ડગલે-પગલે લેખકશ્રીની કલ્પનાની ચમત્કૃતિ જોવા મળે છે, ત્યારે સેમ્પલ તરીકે કોને રજુ કરવા ? એ પણ એક યક્ષ પ્રશ્ન બની જાય છે. વિનયના પાંચ પ્રકારોની શ્રી ગૌતમસ્વામીમાં કરેલી ઘટના, હાલિકનો પ્રસંગ ! આનંદને મિચ્છામિ દુક્કડમ્....વગેરે દરેક પ્રસંગને વલોવી જે તત્ત્વ માખણ પીરસાયું છે, તે માણતા આપણે રોમાંચિત થઇ જઇએ ! અદ્ભુત ! અદ્ભુત ! શબ્દો સરી પડે ! છેલ્લે “શ્રી ગૌતમરવામીના સ્થાને હું હોઉ તો’ આ નિબંધ ભલે એમણે લખ્યો છે, પણ સંવેદના તો આપણા બધાની છે. તીર્થકર નામકર્મથી તીર્થકર બનાય ને ગણધર નામ કર્મના ઉદયથી ગણધર બનાય, એ તો ચોવીશ તીર્થકરોના ચૌદસો બાવન ગણધરોને જાણી સમજી શકાય ! પણ ગૌતમ સ્વામી કેવી રીતે બની. શકાય ? એ પ્રશ્નનો શો જવાબ ? કદાચ આ પુસ્તકના માધ્યમે જવાબ મળી શકે ! ગણિવર શ્રી આવા ચિંતન રત્નોથી શ્રુતસાહિત્યને સમૃદ્ધ કરતા રહે, તત્ત્વશ્રદ્ધાળુ ભવ્યજીવોને સતત પોષતા રહે અને કલ્પનાપાંખે ઉડ્ડયન કરતાં સહુને. ભવ્ય આત્મસૌંદર્ય દેખાડતા રહે તેવી શુભેચ્છા આસો વદ-અગ્યારસ, ૨૦૫૯, થાણા અજિતશેખર વિ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 94