Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 4
________________ | શ્રી બદષભ-મુનિસુવ્રત-શંખેશ્વર પાર્શ્વનાથેભ્યો નમઃ || II ઐ નમઃ સિદ્ધમ્ II | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિતા જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ || શબ્દોમાં સમાય નહિ એવા જે મહાન... - પૂ. પંન્યાસ શ્રી અજિતશેખરવિજચ મ.સા. એક ભાઇ પી.એચ.ડી. કરી રહ્યા હતા. મિત્રે પૂછયું-ક્યો વિષય લીધો છે ? પેલાએ કહ્યું-વિમાનમાં આગ લાગવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો' આ વિષય પર સંશોધનાત્મક મહાનિબંધ લખી પી.એચ.ડી. કરવી છે. પેલાએ પૂછ્યું-આ સંશોધનનો સાર શું આવ્યો ? આણે કહ્યું-વિમાનમાં આગ લાગવાનું કારણ પેટ્રોલ છે. અને બચવાના ઉપાય છે (૧) પ્રથમ નંબરે વિમાનમાં બેસવું જ નહીં અને (૨) બેસવું જ પડે, તો વિમાનમાં પેટ્રોલ ભરવું જ નહીં ! કહેવાની વાત આ છે કે આજે તદ્દન ફાલતુ વિષયો પર સંશોધનો કરવાનો પ્રવાહ ચાલુ થયો છે. એ સંશોધનોના થોથાએ કદી પ્રકાશિત પણ થતા નથી ને કશા કામના પણ હોતા નથી. માત્ર સમય, શક્તિ, કાગલ વગેરેના બગાડ સિવાય છેવટે કશું હાથમાં આવતું નથી. ભગવાન તો કહે છે-આત્મ-સંશોધન જેવું શ્રેષ્ઠ સંશોધન બીજું કશું નથી. અને એના જ ઉપાયરૂપે પૂર્વના મહાપુરૂષોનાં ચરિત્રો જાણી, તે-તે પ્રસંગે તેઓએ તેવોતેવો વ્યવહાર કેમ કર્યો ? એનું પરિણામ શું આવ્યું ? એના દ્વારા પોતે વર્તમાનમાં કેવી ચાવીઓ પામી શકે ? વગેરે સંશોધન કરવા જોઇએ કે જે અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય ગણાય છે. વિનયભંડાર ગૌતમરવાની વિનયમૂલક ધર્મમાં પ્રવેશવા ઇચ્છતા, એ ધર્મમાં ટકી રહેવા માંગતા અને એ ધર્મના પારને પામવા ઇચ્છતા સર્વ ભવ્ય જીવો માટે પરમ આદર્શ છે. વિનયધર્મની પરિપૂર્ણતા એમનામાં જોવા મળે છે. આમ તો ક્ષાયોપથમિક ગુણો કદી પૂર્ણ હોતા નથી, પણ શ્રી ગૌતમરવાણીમાં એક પણ અંશથી વિનયની કચાશ જોવા મળતી ન હોવાથી ઘડીભર એમ થઇ જાય કે શું ક્ષાયોપથમિક ગુણ પણ આટલા પૂર્ણ હોઇ શકે ! આમ તો સામાન્યથી એમ કહેવાય છે કે શિષ્ય ગુરુમાં ગૌતમસ્વામી જોવા. પણ મને લાગે છે કે જો શિષ્ય પોતાનામાં ગૌતમને જોવા માંડે, તો એને ગુરુમાં સીધા ભગવાન મહાવીર સ્વામી જ દેખાશે ! હા, દરેકમાં ગૌતમનો વાસ છે, પણ ગોશાળા અને જમાલી જોરમાં હોવાથી એ ક્યાંક છુષ્પાયેલા છે. ગૌતમનો જાપ, ગૌતમનું ધ્યાન, ગૌતમનાં ચરિત્રની અનુપ્રેક્ષાની તાકાત છે કે ગોશાળો અને જમાલી ભાગી જશે ને આપણા હૈયામાં છુપાયેલા ગૌતમરવાની પ્રગટ થશે ! પુણ્યપાળ રાજાને આવેલા આઠ સપનામાં એક સપનું હતું. કાદવમાં કમળ ખીલશે ! પણ આપણા ગૌતમરવાની ગોબર (એમની જન્મભૂમિ-ગોબર–છાણ)માંથી. અનંત ગુણ-લબ્ધિરૂપ અનંત પાંખડીવાળા કમળરૂપે પ્રગટ થયા ! પૃથ્વીને રત્નપ્રસૂતા કહે છે ! પૃથ્વી માતા ગૌતમ જેવા મહારત્નને જન્મ આપી ખરા રત્નપ્રસૂતા પૃથ્વી બન્યા ! અને માતાના સર્વસહા ગુણ પુત્રમાં સોળે કળાએ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94