Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 6
________________ ગમતા ગૌતમસ્વામી છગ્રસ્થ એટલે વિવિધ ગમા અને અણગમાઓને પ્રતિબિંબિત કરતું દર્પણ ! વીતરાગતા ન પ્રગટે ત્યાં લગી ગમતું અને અણગમતુંના ભેદ રહેવાનાં. ગમતામાં પણ આ ઓછું ગમતું, આ વધારે ગમતું અને આ સૌથી વધારે ગમતું-તેવા ખ્યાલો મનમાં ઊઠવાના. વિચિત્રતા તો ત્યારે લાગે જ્યારે વિવિધ તીર્થકર પરમાત્માનો પણ પ્રિયતા-ક્રમ ગોઠવાય. ઘણીવાર આવા વાક્ય પ્રયોગ કાને પડે: મને ભગવાન તો બધા ગમે પણ પાર્શ્વનાથ ભગવાન સહુથી વધુ ગમે, બીજા નંબરે મહાવીર સ્વામી અને ત્રીજા ક્રમે આદિનાથ ભગવાન ! અરે ! હજુ આ choice પણ વધુ Narrow બને છે. પાર્શ્વનાથ ભગવાનમાં પણ સૌથી વધુ આસ્થા અને શંખેશ્વર પાર્શ્વનાથ પર અને બીજા નંબરે ફલિકુંડ પાર્શ્વનાથ પર ! એક ભાઇ કહેતા હતાઃ મને શંખેશ્વરના શંખેશ્વર પાર્શ્વનાથ પર સૌથી વધુ આસ્થા અને બીજા નંબરે ધરણીધર સોસાયટીના શંખેશ્વર પાર્શ્વનાથ પર ! હજુ આમાંય સંકોચ થઇ શકે. કોઇને શંખેશ્વર પાર્શ્વનાથની નાસિકા ખૂબ ગમે, કોઇને ચક્ષ અને કોઇને ચરણ ! વીતરાગ પરમાત્મા ઉપર પણ ભક્તને રાગની તરતમતા ! | ફેવરીટ અને ફેનના શબ્દ-વ્યવહારો માત્ર ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારોની દુનિયા પૂરતા સીમિત નથી. અધ્યાત્મની દુનિયાનાં તારક તત્વોમાં કોઇને એક ફેવરીટ હોય, કોઇને બીજું કોઇ એકનો ફેન હોય, કોઇ બીજાનો. જેમ ભગવાન પ્રત્યે ભક્તિની તરતમતા દર્શાવી, તેવીજ તીર્થો માટે, ગ્રન્થો માટે, અનુષ્ઠાનો માટે, તપશ્ચર્યા માટે, આરાધનાના યોગો માટે કે ઐતિહાસિક પાત્રો માટે પણ પ્રિયત્વની તરતમતા સંભવી શકે. કોઇને યોગશાસ્ત્ર ફેવરીટ ગ્રન્થ હોય, કોઇને ઉપમિતિ; કોઇને પ્રતિક્રમણ ફેવરીટ યોગ હોય, કોઇને જિનપૂજાનો યોગ ફેવરીટ હોય, કોઇ શ્રી હેમચંદ્રસૂરિનો ફેન હોય, કોઇ શ્રી હરિભદ્રસૂરિનો; કોઇને કુમારપાળ બહુ ગમે, કોઇને વસ્તુપાલ. તારક તત્વોમાં પણ કેટલાક હોટફેવરીટ હોય. તેમના અનુરાગી ઘણા મળે, ગૌતમસ્વામીનો ફેન વર્ગ ઘણો બહોળો મળે. સહજ ચાહના થઇ જાય અને અનાયાસે ભક્તિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 94