Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• યોવૃષ્ટિપ્રસ્તાવના •
१३७७
ननु यद्येक एव योगस्तदा कथं भेदः ? भेदे च प्रकृते किं तदन्तर्भावप्रयासेनेत्यत आहयोगे 'जिनोक्तेऽप्येकस्मिन् दृष्टिभेदः प्रवर्तते । क्षयोपशमवैचित्र्यात् समेघाद्योघदृष्टिवत् ।। २४ ।।
योगदृष्टिनिरूपणोपायभूतां शङ्कामुत्थापयति- 'ननु' इति ।
છે. માટે ‘જ્ઞાનાગ્નિ સર્વ કર્મને ભસ્મીભૂત કરે છે, દુઃખનો અત્યંત ઉચ્છેદ કરે છે' આવું માનનારા જૈનેતર વિદ્વાનો મિથ્યાજ્ઞાનના અત્યંત ઉચ્છેદ દ્વારા તત્ત્વજ્ઞાનને સર્વથા દુઃખોચ્છેદનું કારણ માને તો પણ મિથ્યાજ્ઞાનના આત્યંતિક ઉચ્છેદ માટે અકરણનિયમ માનવો તો જરૂરી જ છે. ઉપરોક્ત અકરણનિયમ વિના, પાપને નહિ કરવાનું પ્રણિધાન કર્યા વિના તો મિથ્યાજ્ઞાન કેવળ તત્ત્વજ્ઞાનના સહારે મૂળમાંથી ઉખડી જાય તેવું શક્ય જ નથી. માટે તત્ત્વજ્ઞાનવાદીઓએ પણ અકરણનિયમને ઉપયોગી માનવો જરૂરી છે. અકરણનિયમ વિરતિનો પણ પર્યાયવાયી શબ્દ બને છે. માટે જ્ઞાન અને ચારિત્રથી મોક્ષ થાયઆ વાત યુક્તિસંગત સિદ્ધ થાય છે.
# અણનિયમની આવશ્યક્તા
સર્વ જીવોને પીડા નહિ પહોંચાડવાની સાવધાની રખાવવાનું કાર્ય તત્ત્વજ્ઞાન કરાવે છે. આવા તત્ત્વજ્ઞાનથી વણાયેલો અંતઃકરણનો પ્રકૃષ્ટ નિર્મળ પરિણામ અકરણનિયમનું કારણ છે. અકરણનિયમના પ્રભાવે મિથ્યાજ્ઞાનનો અત્યંત ઉચ્છેદ થવાથી તત્ત્વજ્ઞાન કાયમ માટે દુઃખથી છૂટકારો અપાવે છે. અકરણનો નિયમ એટલે નહિ કરવાનું પ્રણિધાન. નરકાદિના હેતુભૂત મહાઆરંભ અને મહાપરિગ્રહનો અકરણનિયમ કરવાથી ભવાન્તરમાં નરકાદિ ગતિ મળતી નથી. નરકાદિમાં જવાની જીવની યોગ્યતાને અકરણનિયમ ખલાસ કરે છે. જો અકરણનિયમ દ્વારા નકાદિમાં જવાની યોગ્યતા બાળી નાંખવામાં ન આવે અને અન્ય કોઈ આરાધના દ્વારા ભવાંતરમાં નરકાદિગમનયોગ્યતા ૨વાના ન થાય તો કાલાંતરમાં નરક વગેરેમાં જવાનું ઊભું જ રહે છે. કારણ કે અન્ય આરાધના દ્વારા નરકાદિયોગ્યતાનું દમન કે શમન થાય છે. જ્યારે અકરણનિયમ દ્વારા તો તેનું દહન થાય છે. જેમ દેડકાની રાખ થઈ ગયા પછી તેમાંથી નવો દેડકો ઉત્પન્ન નથી થઈ શકતો. પરંતુ દેડકાના શરીરનું ચૂર્ણ થયું હોય તો વરસાદ પડતાં તેમાંથી અનેક દેડકાઓ ઉત્પન્ન થાય છે. તેમ અન્યવિધ આરાધના દ્વારા નરકાદિગમનની યોગ્યતાનું દમન કે શમન થયું હોય તો ફરીથી મહાઆરંભ - મહાપરિગ્રહ વગેરે નિમિત્ત મળતાં ફરીથી તે જીવ નરકાદિમાં જાય છે. પરંતુ અકરણનિયમ દ્વારા નરકાદિગમનની યોગ્યતાનું દહન થઈ ગયું હોય તો ફરીથી નરકાદિમાં જીવ જતો નથી. માટે અકરણનિયમનો સ્વીકાર કરવામાં આવે તો જ મોક્ષ થઈ શકે. તમામ દુ:ખમાંથી કાયમી છૂટકારો થઈ શકે છે. માટે તત્ત્વજ્ઞાનની જેમ અકરણનિયમ પણ આદરણીય છે. તત્ત્વજ્ઞાન = સમ્યગ્ જ્ઞાન. અકરણનિયમ વિરતિપરિણામ. (૨૦/૨૩)
=
અહીં એક શંકા થાય છે કે‘જો યોગ એક જ હોય તો તેના ભેદ - પ્રભેદ કેવી રીતે પડી શકે ? તથા જો જુદા - જુદા દર્શનોમાં દર્શાવેલા યોગો જુદા - જુદા પ્રકારના હોય તો પ્રસ્તુતમાં તે તમામ યોગોનો અંતર્ભાવ કરવાનો પ્રયાસ કરવાની શી જરૂર છે ?' પરંતુ આ શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે
ગાથાર્થ :- જિનોક્ત યોગ એક હોવા છતાં પણ ક્ષયોપશમની વિવિધતાના લીધે દૃષ્ટિભેદ પ્રવર્તે છે. જેમ કે સમેઘ વગેરે ઓષ્ટિ. (૨૦/૨૪)
૨. હસ્તાવર્ગે ‘બિનેત્તેઽવ્યે સ્મિન્' કૃતિ પાઠઃ ત્રુટિત ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org