Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• मित्राया अवन्ध्यदृष्टित्वम्
द्वात्रिंशिका - २१/३२
१४७२ છે. આમ અજ્ઞાની આત્માઓ ગચ્છરાગ કે સંપ્રદાયમોહમાં અટવાઈ, પોતાના પંથની છાપ નીચે ચાલતા પાંખડનાય પગ હોંશે હોંશે પખાળ્યા કરે છે અને અન્યત્ર રહેલ સાચી અને પાકી ધાર્મિકતાનો પણ અનાદર અને પ્રસંગે હાંસી, ઉપહાસ કે અવહેલના પણ કરી બેસે છે; ને તેના દ્વારા ભવભ્રમણ વધારતા રહે છે. ભલે ને એ ભૂલ અજ્ઞાનથી થતી હોય, તોયે એનો દંડ અવશ્ય થાય છે. Nature does not pardon ignorance.
મોક્ષમાર્ગે નિશ્ચિત પ્રગતિ અર્થે, સાધકને જ્ઞાનીસદ્ગુરુનો યોગ થવો એ પહેલી શરત છે. આત્મનિષ્ઠ સદ્ગુરુનો યોગ થતાં, પોતાની યોગ્યતા અનુસાર, યોગ ક્રિયા અને ફળ- એ ત્રિવિધ અવંચયોગ નિષ્પન્ન થાય છે. અધ્યાત્મનિષ્ઠ સદ્ગુરુનો યોગ અને તે સાથે તેમની સાચી ઓળખ હોય એટલે ગુરુનો આદર-સત્કાર-સેવા-શુશ્રૂષારૂપ ક્રિયા તો થવાની જ. એના પરિપાકરૂપે, કાળક્રમે-મોડું વહેલું-સદ્ધર્મની પ્રાપ્તિ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વરૂપ ફળ પણ આવવાનું. બરાબર નિશાન લઈને છોડેલું તીર લક્ષ્યની દિશામાં જ આગળ વધતું રહી લક્ષ્યને અવશ્ય વીંધે છે તેમ, આત્મજ્ઞ સદ્ગુરુ સાથેના સંપર્ક/સહવાસથી મિત્રાદૃષ્ટિસંપન્ન નિષ્ઠાવાન મુમુક્ષુની ધર્મસાધના સદા લક્ષ્યની દિશામાં જ પ્રવાહિત રહી તેને લક્ષ્યની પ્રાપ્તિ સુધી અવશ્ય દોરી જાય છે. આ છે યોગની પ્રથમ મિત્રાદૃષ્ટિનો આછો પરિચય. (‘આત્મજ્ઞાન અને સાધનાપથ' પુસ્તકના આધારે)
* ૨૧ મી બત્રીસી સંપૂર્ણ મૃ
Jain Education International
For Private & Personal Use Only
·
www.jainelibrary.org