Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 326
________________ • તારા--વીઝાનાં સિંદાવનનમ્ • १५५१ જીવન જીવવા માટે પોતે યથાશક્તિ યત્નશીલ રહ્યો હોવાથી, પોતાનું ભાવી કલ્યાણપ્રદ જ હોવાનો વિશ્વાસ એને રહે છે. ફલતઃ ભવનો વધુ પડતો ભય/ફફડાટ તેને રહેતો નથી. વળી, તે પોતાની ભૂમિકાનું તટસ્થપણે મૂલ્યાંકન કરે છે અને પોતાનામાં ન હોય એ ગુણ હોવાનો ખોટો ડોળ કરતો નથી. છે ત્રીજી બલાદેષ્ટિનો પરિચય છે. સાચું તત્ત્વ શું છે? તે સમજવાની અદમ્ય તૃષા, ધર્મપ્રવૃત્તિ ઝટપટ પતાવી દેવાની મનોવૃત્તિનો અભાવ અને અસત્ તૃષ્ણાની નિવૃત્તિના કારણે આસનની સ્થિરતા- આ છે ત્રીજી દૃષ્ટિમાં રહેલા સાધકોની ઓળખ આપતાં મુખ્ય સદ્ગણો. આ દષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય તે વ્યક્તિ અસત તૃષ્ણાથી સહેજે દૂર રહે છે. ધનસંપત્તિ, ઐશ્વર્ય કે જીવનનિર્વાહ અર્થે આવશ્યક ન હોય એવા વૈભવવિલાસ પાછળની આંધળી દોટ તેમજ, સમાજમાં પ્રતિષ્ઠા/મોભો કે પદપ્રાપ્તિ અર્થેની લાલસા, યશ-કીર્તિ વિસ્તારવાની કામના કે જગતમાં પોતાનું નામ મૂકી જવાની ખેવના આદિ તૃષ્ણાઓ આ દૃષ્ટિસ્થિત મહાનુભાવોના અંતરમાંથી ઓસરી ચૂકી હોય છે. આથી નિરર્થક અશુભ સંકલ્પ-વિકલ્પનાં જાળાંથી તેમનું ચિત્ત બહુધા મુક્ત રહે છે. ચિત્તની અસર કાયા પર પણ થતી હોવાથી એમના શરીરનો ક્ષોભ પણ ઘટે છે. ફલતઃ આ દષ્ટિમાં સ્થિત મુમુક્ષુ સાધક ક્ષુબ્ધ થયા વિના, લાંબો વખત એક આસને સુખપૂર્વક બેસી શકે છે. નકામી દોડધામ અને રઘવાટને એના જીવનમાં અવકાશ નથી રહેતો. ધર્મક્રિયા પણ તે પ્રણિધાનપૂર્વક તેમજ ધીરજ અને સ્થિરતા સાથે કરે છે- શૂન્યમનસ્કપણે કે રઘવાટભેર નહિ. વળી, આ દૃષ્ટિપ્રાપ્ત મુમુક્ષુને કોઈ કારણસર, તત્ત્વશ્રવણ કે શાસ્ત્રાધ્યયન કરવાની તક ન મળે તોયે, નિષ્પાપ જીવન અને તત્ત્વશ્રવણની તેની તીવ્ર સાચી ઝંખનાના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જતાં, શ્રત વિના પણ, તેના અંતરમાં આપમેળે જ્ઞાનનો ઉઘાડ થાય છે- કોઠાસૂઝ પ્રાપ્ત થાય છે. વળી, સાધનામાં કોઈ વિબવિક્ષેપ ઉપસ્થિત થતાં તેને દૂર કરવાના ઉપાયો તેમજ આવશ્યક ઉપકરણ આદિ અન્ય અનુકૂળતા પણ આ દૃષ્ટિમાં રહેલ સાધકને પ્રાયઃ મળી રહે છે. છ ચોથી દીપ્રાદેષ્ટિનો હળવો પરિચય છે. આની પૂર્વેની દૃષ્ટિમાં શ્રવણ-મનન સાથે યોગાભ્યાસનો-ધારણા-ધ્યાનાદિ અંતરંગ યોગસાધનના અભ્યાસનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાના કારણે અશુભ સંકલ્પ-વિકલ્પની/આર્ત-રૌદ્રધ્યાનની પકડ આ ભૂમિકાએ રહેલ સાધકના ચિત્ત પરથી ઘટી હોય છે અને તેનો “અહં પણ મોળો પડ્યો હોય છે. વળી, આ ભૂમિકામાં તેને તત્ત્વશ્રવણ પણ મળે છે. આથી, અહીં તેને તત્ત્વદર્શનની ઉત્કટ અભીપ્સા રહે છે. અન્ય કોઈ પ્રાપ્તિ એને સંતોષ આપી શકતી નથી. આયુષ્યની સમાપ્તિ સાથે જેનો અંત આવી જતો હોય એવી સર્વ પ્રાપ્તિઓ-ધનદોલત, પદ, પ્રતિષ્ઠા, નામના આદિ તેમજ યોગસાધનામાં આવી મળતી અતીન્દ્રિય શક્તિઓ અને સિદ્ધિઓ સુધ્ધાં- પ્રત્યે એને આકર્ષણ રહેતું નથી. એ બધાં પ્રત્યે ઉદાસીન રહી તે પોતાનાં સમય-શક્તિ આત્મસાધનામાં કેન્દ્રિત કરવા પ્રયત્નશીલ રહે છે. અહીં એને તત્ત્વ સમજાઈ ગયું હોવાથી દષ્ટિરાગ અર્થાત્ ગુણ-દોષ જોયા વિના પોતાના મતપંથ-નિર્દિષ્ટ સિદ્ધાંત કે અનુષ્ઠાન પ્રત્યે આંધળું મમત્વ રહેતું નથી. આથી, તે એ જોઈ શકે છે/સમજીને સ્વીકારી શકે છે કે વિભિન્ન મત-પંથના સપુરુષોના ઉપદેશની પરિભાષા ભલે જુદી હોય પણ એ બધાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334