Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 243
________________ १४७० • मित्रायाः सिंहालोकनन्यायेन निरूपणम् • द्वात्रिंशिका -२१/३२ સુસાધુના સમાગમ દ્વારા યથાર્થ ગુણસ્થાન ઉપર ચઢવા માટે બડભાગી બને છે. તથા તેના પ્રભાવે અંતે પરમાનંદને સંપ્રાપ્ત કરે છે. છેલ્લી સાત ગાથા સરળ હોવાથી ગ્રંથકારશ્રીએ તેની સંસ્કૃત વ્યાખ્યા કરેલી નથી. (૨૧/૩૨) * મિત્રા દૃષ્ટિનું સિંહાવલોક્ન ડ્ર સ્પષ્ટ સ્વાનુભવ પૂર્વેના દીર્ઘ કાળ સુધી ચાલતા રહેતા આત્મવિકાસને આગમિક શૈલી એક જ ગુણસ્થાનમાં આવરી લેતી હોવાથી, પ્રથમ ગુણસ્થાનકે રહેલ સાધકને પોતાના મોહની તરતમતા ઓળખવા માટે કોઈ નિશ્ચિત માપદંડ ગુણસ્થાનની શૈલીએ થયેલાં વિધાનોમાંથી સાંપડતો નથી. કિંતુ, આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ નામના ગ્રંથમાં, આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓને ‘યોગદૃષ્ટિ’ઓના નામે એક નવી પરિભાષા આપી છે. મહોપાધ્યાયજી મહારાજે યોગદૃષ્ટિસમુચ્ચયના આધારે અહીં મિત્રાદષ્ટિ વર્ણવી છે. પ્રથમ ગુણસ્થાનકમાં સમાવિષ્ટ આત્મવિકાસને તે ચાર યોગદૃષ્ટિમાં વહેંચી નાખે છે; આથી, અંતર્મુખ મુમુક્ષુને પોતાના મોહની તરતમતા સમજવા માટેના સ્પષ્ટ સંકેતો ‘યોગદૃષ્ટિ’ની શૈલીએ થયેલ વિવેચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીં પ્રાસંગિક, યોગદૃષ્ટિઓના સીમાચિહ્ન જેવા થોડાક અંશોની વાત કરવી ઉચિત છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે આત્મવિકાસની સમગ્ર યાત્રાને આઠ યોગદૃષ્ટિમાં આવરી લીધી છે; જેમાંની પ્રથમ ચાર યોગદૃષ્ટિ સમ્યગ્દર્શન પૂર્વેની દશા દર્શાવે છે અને બાકીની ચાર સમકિતની પ્રાપ્તિથી માંડીને મુક્તિ પર્યંતની યાત્રાને આવરી લે છે. જીવ યોગદૃષ્ટિ પામે તે પૂર્વેની અવસ્થાને એમણે ‘ઓઘ દૃષ્ટિ’ તરીકે ઓળખાવી છે. ઓઘદૃષ્ટિમાં રહેલ વ્યક્તિ પણ અનેકવિધ ધર્મપ્રવૃત્તિ કરતી-કરાવતી હોય એવું બને, પણ તેનું અંતર તો સદા સંસાર તરફ જ ઢળેલું રહેતું હોય છે; આથી, તે સાચા ભાવ ધર્મથી અંતરમાં વિમુખ જ રહે છે. ઓષ્ટિ વટાવી, આત્મા પ્રથમ યોગદૃષ્ટિમાં આવે છે ત્યારે તેનું વલણ કેવળ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ અને આત્માભિમુખ બને છે. ભવનો ઉદ્વેગ એનામાં જાગી ચૂક્યો હોય છે“ભદ્રેશથ સહન:” એના અંતરમાં ભવની નિઃસારતા સહજ રીતે વસેલી જ હોય. એને સંસારની અસારતા ઠસાવવા માટે ઉપદેશકે ઉપદેશની ઝડીઓ વરસાવવી પડતી નથી. રોજિંદા જીવનની કોઈ નાની-મોટી ઘટના કે જીવનની કોઈ વિષમતાના દર્શનથી/અનુભવથી કે કોઈ જ્ઞાની પુરુષનાં બે વેણ સાંભળીને એ સ્વાભાવિક રીતે જાગી જાય છે. ભૌતિક જીવનની ઘટમાળની પોકળતા અને નિઃસારતા એના ચિત્તમાં વસી જાય છે. ‘જીવનની સાર્થકતા શામાં ?' એ મહત્ત્વનો પ્રશ્ન નિરંતર એના અંતરમાં ઘૂમરાવા લાગે છે અને તે ધર્મારાધના તરફ વળે છે. ઓષ્ટિમાં રહેલ વ્યક્તિ ધર્મપ્રવૃત્તિ કરે તોયે એનું લક્ષ્ય તો કેવળ સંસારને લીલોછમ રાખવાનું જ હોય છે; જ્યારે અહીં ધર્મપ્રવૃત્તિ દ્વારા મુક્તિ કે આત્મકલ્યાણમાં ઉપયોગી સાધન સિવાય અન્ય કશું મેળવી લેવાની કામના મોક્ષબાધક બને તે રીતે આત્મશ્રેયાર્થીના અંતરમાં રહેતી નથી. પ્રથમ યોગદૃષ્ટિમાં રહેલ આત્માને ભવભ્રમણનો થાક વરતાતો હોવાથી ભવનો અંત કેમ આવી શકે ? એ જિજ્ઞાસા તેને સતત થાય છે. આથી, સંતોનાં જીવનચરિત્રોનું, કથાનકોનું, ઉપદેશગ્રંથોનું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334