Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
वेद्यसंवेद्यपदेऽपायशक्तिविकृत्यभावः
१५३३
अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविघातकृत् । न वेद्यसंवेद्यपदे वज्रतण्डुलसन्निभे ।। २६ ।।
વિશેષાર્થ :- જે જે પદાર્થો હેય સ્વરૂપે છે તે તે તમામ પદાર્થમાં, વિના વિકલ્પ, વિના ખચકાટે હેયપણાનો દૃઢ નિશ્ચય અને જે જે પદાર્થો ઉપાદેય છે તે તે સર્વ પદાર્થમાં ઉપાદેયપણાનો અભ્રાન્ત નિશ્ચય તમામ સભ્યદૃષ્ટિ જીવોને હોય છે. હેયમાં હેયપણાની અને ઉપાદેયમાં ઉપાદેયપણાની દઢ બુદ્ધિ દરેક સમકિતી જીવમાં સમાન હોય છે. આવું જણાવવા માટે ‘અવિત્ત્વજ્ઞાનપ્રાહ્યમ્' આવું ટીકામાં જણાવેલ છે. પરંતુ સ્ત્રી, મદ્યપાન, માંસભક્ષણ વગેરે ત્યાજ્ય શા માટે ? તથા દાન, શીલ, તપ, ચારિત્ર વગેરે ઉપાદેય શા માટે ? આનો બોધ દરેક સમિકતી જીવને પોતપોતાના ક્ષયોપશમ મુજબ તરતમભાવે હોય છે. આ બાબતને જણાવવા માટે ટીકામાં ‘ક્ષયોપગમાનુષં’ આવું જણાવેલ છે.
•
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વેદ્યપદાર્થનું સંવેદન અભિવ્યક્ત શુદ્ધ સ્વરૂપે લેવું કે યોગ્યતાની અપેક્ષાએ લેવું ? જો પ્રથમ વિકલ્પ માન્ય કરવામાં આવે તો માષતુષ મુનિ વગેરેમાં વેદ્યસંવેદ્યપદની અવ્યાપ્તિ આવશે. કારણ કે નય-નિક્ષેપ-પ્રમાણ-નિશ્ચય-વ્યવહાર-ઉત્સર્ગ-અપવાદ વગેરેના યથાવસ્થિતબોધપૂર્વક હેય-ઉપાદેયપણાનું સંવેદન થાય તે જ યથાવસ્થિત શુદ્ધ સંવેદન કહી શકાય. તેવું સંવેદન માતુષ મુનિ વગેરેમાં તો નથી. માટે અવ્યાપ્તિ આવે. તથા આ અવ્યાપ્તિને દૂર કરવા માટે ઉપરોક્ત બીજો વિકલ્પ માન્ય કરવામાં આવે તો યદિપ તે દોષ દૂર થઈ જશે. કારણ કે માષતુષ મુનિમાં વ્યક્તપણે
=
પ્રગટપણે તેવું શુદ્ધ યથાવસ્થિત વેદ્યવિષયક સંવેદન ન હોવા છતાં પણ યોગ્યતારૂપે = શક્તિરૂપે = અપ્રગટપણે યથાવસ્થિત વેદ્યસંવેદન તો રહેલું જ છે. પણ તેવું સમાધાન આપવું બરાબર નથી. કારણ કે આવું માનવામાં તો મિત્રા, તારા વગેરે યોગદૃષ્ટિઓમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે પ્રથમ ચાર દૃષ્ટિમાં યથાવસ્થિત વેદ્યવિષયક સંવેદન અભિવ્યક્તપણે ન હોવા છતાં પણ શક્તિરૂપે = અવ્યક્તપણે તો અવશ્ય હોય જ છે. માટે બન્ને વિકલ્પને માનવામાં દોષ આવે છે.
આ સમસ્યાનું બહુ સુંદર સમાધાન ઉપાધ્યાયજી મહારાજ આપે છે. તેઓ કહે છે કે વેદ્યપદાર્થનું સંવેદન અહીં રુચિવિશેષસ્વરૂપે સમજવું. આ વિશિષ્ટ રુચિ ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલ એક પ્રકારનો પરિણામ છે. ગ્રંથિભેદજન્ય વિશિષ્ટ પ્રકારની રુચિ જ્યાં હોય તેને વેઘસંવેદ્યપદ કહેવાય. તેવી અંતરંગ રુચિ એ જ ‘વેદ્યસંવેદ્યપદ’ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે. તેથી રુચિ જ્યાં હોય ત્યાં ‘વેઘસંવેદ્યપદ’ શબ્દનો પ્રયોગ થાય. તથા જ્યાં આવી રુચિ ન હોય ત્યાં તેવો વ્યવહાર ન થાય. આવું માનવામાં ઉપર જણાવેલ બે દોષમાંથી એક પણ દોષ નહિ આવે. આનું કારણ એ છે કે માષતુષ મુનિને ગ્રંથિભેદ થઈ ગયેલ હોવાથી તેમને ગ્રંથિભેદજન્ય વિશિષ્ટરુચિવાળું વેઘવિષયક સંવેદન હતું જ. તથા મિત્રા વગેરે ચાર દૃષ્ટિવાળા યોગીઓને ગ્રંથિભેદ ન થયેલ હોવાથી તેવી રુચિ સંભવતી ન હોવાથી યોગ્યતારૂપે યથાવસ્થિત વેઘસંવેદન હોવા છતાં અતિવ્યાપ્તિ નહિ આવે. (૨૨/૨૫)
આ વેધસંવેધપદમાં અપાયશક્તિમાલિન્ય ન હોય
૨. દસ્તાવૌં ‘વૃત્' તિ નાસ્તિ ।
•
ગાથાર્થ :- વજ્રના ચોખા જેવા દૃઢ વેઘસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધમાં વ્યાઘાત કરે તેવી નરકાદિ અપાયશક્તિસ્વરૂપ મલિનતા હોતી નથી. (૨૨/૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org