Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• मित्रायाः सिंहावलोकनन्यायेन निरूपणम् .
१४७१ તેમજ યોગસાધકોના જીવનપ્રસંગો આદિનું તે રસપૂર્વક શ્રવણ-વાચન-મનન કરે છે તેમજ એવા આત્મસાધનાલક્ષી સાહિત્યના લેખન-પ્રકાશનમાં અંતરના ઊંડાણથી ઉમંગપૂર્વક સહયોગ આપે છે. ખૂબ જ રસ અને ઉત્કંઠાપૂર્વક સદગુરુ પાસેથી ઉપદેશ સાંભળે છે, અને, સાધનાપથના પ્રવાસી મહાત્માઓની વિશુદ્ધ ભાવથી સેવા-ભક્તિ-શુશ્રુષા પણ કરે છે.
આ દૃષ્ટિમાં રહેલ મુમુક્ષુ દ્રવ્ય-આચાર્ય અને ભાવ-આચાર્યને અર્થાત ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના વેશધારી કુગુરુઓ-કુળગુરુઓ અને આત્મજ્ઞ સંતોને આંતરસૂઝ વડે સ્વતઃ ઓળખી લે છે. ફલત એવા વેશધારી કુળગુરુઓથી વિમુખ રહી, લિંગ-વેશ કે મઠ-મત-પંથ-સાંપ્રદાય-કુળપરંપરાથી નિરપેક્ષપણે સાચા સંતોનાં, આત્માર્થી સદ્ગુરુઓના વિનય-બહુમાન-સેવામાં તે હાર્દિક ઉલ્લાસ અનુભવે છે.
અનાદિકાલીન ઓઘદૃષ્ટિમાંથી જીવ યોગદષ્ટિમાં આવેલ ત્યારે જ મનાય છે કે જ્યારે સંતપુરુષ સાથે “આ આત્માર્થી સંતપુરુષ છે' એવી ઓળખપૂર્વકનો યોગ તેને થાય. સંતપુરુષ સાથેના આવા સમાગમને શાસ્ત્રીય પરિભાષામાં “સોગાવંચક યોગ' કહે છે. મુક્તિપથનું એ પ્રવેશદ્વાર છે. સદ્યોગાવંચકદશાને નિર્મળ કરતો સાધક મોક્ષમાર્ગે આગળ વધે છે.
સ્વમતમાં રહેલ કે અન્ય મત-પંથમાં રહેલ આત્મજ્ઞાની સંતોને વ્યક્તિ ઓળખી ન શકે તે એ સૂચવે છે કે તેની દૃષ્ટિ ઉપરથી મોહનદષ્ટિરાગનું પડળ હજુ ખર્યું નથી; અને, તેનો ભાવમળ ઘટ્યો નથી- પારમાર્થિક મોક્ષમાર્ગમાં પ્રવેશ અર્થે જરૂરી ચિત્તશુદ્ધિ થઈ નથી. જેની નજર સારી હોય તે જેમ બાહ્ય રૂપને બરાબર પારખી શકે છે તેમ જેનો ભાવમળ ઘટ્યો હોય તે પોતાની આંતરસૂઝ વડે સાચા સંતોના આચાર-ઉચ્ચારમાં છતી થતી તેમના આત્મિક ઓજસની-અભય, અદ્વેષ, અખેદની આભાને બાહ્ય વેશથી નિરપેક્ષપણે, અર્થાત્ તેમનાં બાહ્યલિંગ-વેશાદિ ગમે તે હોય તોય, ઓળખી લે છે. સદ્યોગાવંચકદશાની આ પ્રથમ ફલશ્રુતિ છે.
આમાંથી એ ફલિત થાય છે કે મુમુક્ષુ પોતાનાથી અન્ય મત-પંથ-વેશમાં રહેલ આત્મજ્ઞ મહાત્માને ‘મહાત્મા’ તરીકે ઓળખી ન શકતો હોય કે એમના પ્રત્યે એને આદરભાવ ન જાગતો હોય તો એની એ ક્ષતિ એ વાત છતી કરી દે છે એને સદ્યગાવંચકપણું પ્રાપ્ત થયું નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે પહેલી યોગદષ્ટિમાં પણ આવ્યો નથી ! આ કટુ તથ્ય પ્રત્યે આત્માર્થી સાધક કદાપિ શાહમૃગીયવૃત્તિ રાખી ન શકે. દરેક આત્મકલ્યાણકામી આરાધક જીવે નિષ્પક્ષપણે રોજ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે તીવ્ર દૃષ્ટિરાગના ગાઢ ઘેનમાં તે મુક્તિપથના પ્રવેશદ્વારથીયે દૂર તો નથી ફંટાઈ રહ્યો ને ?
આત્મિક ગુણસંપત્તિના બદલે કેવળ બાહ્યચર્યા કે લિંગ-વેશમાં જ ધાર્મિકતા કે સંતપણું જોનાર આત્માઓ, અન્ય મતપંથ-સંપ્રદાયના ગુણીજનો કે સંતપુરુષોમાં સાચી આધ્યાત્મિકતાના પરિચાયક ગુણો હોવા છતાં, માત્ર તેમના લિંગ-વેશ કે બાહ્ય ચર્યા પોતાના મત-પંથ-સંપ્રદાયથી ભિન્ન હોવાને કારણે, તેમનું સાચું હીર પારખી શકતા નથી. આથી, તેમનો ઉચિત આદર-સત્કાર કરવાનું તો બાજુએ રહ્યું, તે એમનો અનાદર અને વખતે અવહેલના કે ઉપહાસ પણ કરી બેસે છે. સ્વપક્ષમાં રહેલ સારાનરસા સૌ સંસારત્યાગીઓને તે “સુગુરુ' માની ભજે છે અને અન્ય ધર્મ-મતના સાચા સંતો અને જ્ઞાનીજનોનેય તે “કુગુરુ”, “મિથ્યાષ્ટિ', “નાસ્તિક', “માયાવી', “આળસુ', “કાફર' આદિ કહી ઉવેખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org