Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• યોદિવ્યાથા •
१३८१ सच्छ्रद्धासङ्गतो बोधो दृष्टिः सा चाऽष्टधोदिता ।
मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता प्रभा परा ॥२५॥ सच्छ्रनेति । सच्छ्रद्धया शास्त्रबाह्याऽभिप्रायविकलसदूहलक्षणया सङ्गतो (=सच्छ्रद्धासङ्गतः) व्याख्यापुरस्सरं दृष्टिभेदानाचष्टे- 'सच्छ्रद्धेति । तस्याः = दृष्ट्याः उत्तरोत्तरगुणाऽऽधानद्वारा =
હ સમક્તિી જીવોનો નાયબોધ યથાવસ્થિત હોય હ | વિશેષાર્થ - “સ્થિરા વગેરે પાછલી ચાર યોગદષ્ટિને પામેલા ભિન્નપ્રન્થિવાળા સમકિતી જીવોને દર્શનભેદ ન હોય” આમ જે કહેલ છે તેનાથી અનેક બાબત સૂચિત થાય છે. જેમ કે પ-૬-૭-૮ દષ્ટિવાળા તમામ યોગીઓને ભગવાનના વચનમાં પૂર્ણ શ્રદ્ધા હોય છે. અન્ય ધર્મો પ્રત્યે શ્રદ્ધા-રુચિ-આકર્ષણ ન હોય. આ દૃષ્ટિએ તેમનામાં દર્શનભેદ નથી હોતો. જ્યારે પ્રથમ ચાર દષ્ટિવાળા યોગીમાં કોઈક બૌદર્શનને સાચું માને, કોઈક વેદાંતદર્શનને તો કોઈ સાંખ્યદર્શનને સાચું માને. આમ તેમનામાં દર્શનભેદ = દર્શનવિષયક શ્રદ્ધામાં ભેદ હોય છે, પોતાની દૃષ્ટિમાં ભેદ હોય છે. આવું સ્થિરા વગેરે દૃષ્ટિવાળા યોગીઓમાં ન હોય. તેથી તેમાં દર્શનભેદ ન હોય એમ જણાવ્યું.
દર્શનભેદનો બીજો એક અર્થ એવો પણ થાય છે કે “પદર્શન જિન અંગ ભણીજે ઈત્યાદિ ઉક્તિ મુજબ બૌદ્ધાદિ છ દર્શનને જિનદર્શનના અંગ - ઘટક માને. અર્થાત્ બૌદ્ધ વગેરે છ દર્શનનો જિન શાસનમાં સમાવેશ થઈ જાય - આમ સમકિતી જીવ માને. તેથી બૌદ્ધાદિદર્શનને જિનપ્રવચનના અંગ તરીકે જુએ, જિનદર્શનથી ભિન્નપણે = સ્વતંત્રપણે પ્રમાણ તરીકે ન સ્વીકારે. કારણ કે દરેક દર્શનની માન્યતા પોતપોતાના નયની ઉચિત મર્યાદામાં સત્ય છે, જિનદર્શનની માન્યતા કરતાં ભિન્ન નથી. જેમ કે સાંખ્યદર્શન આત્માને નિત્ય કહે તો તે વાતનો શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ સમકિતી સત્યરૂપે સ્વીકાર કરશે. બૌદ્ધદર્શન આત્માને અનિત્ય કહે તો તેની વાતનો શુદ્ધ પર્યાયાર્થિક નયની દષ્ટિએ સમકિતી જીવ સત્યરૂપે સ્વીકાર કરશે. આમ સમકિતી જીવ માટે દર્શનભેદ રહેતો નથી. જ્યારે પ્રથમ ચાર દષ્ટિવાળા યોગીઓ પોતપોતાના દર્શનને સ્વતંત્રરૂપે પ્રમાણ માને છે.તેથી બૌદ્ધ વિદ્વાન સાંખ્યદર્શન કરતાં પોતાના બૌદ્ધદર્શનને સ્વતંત્ર માને, સ્વતંત્રરૂપે સર્વથા પ્રમાણ માને. આવો દર્શનભેદ યોગની પ્રથમ ચાર દૃષ્ટિમાં વર્તતા યોગીઓમાં હોય. પણ પાછલી ચાર યોગદષ્ટિમાં રહેલ યોગીમાં ન હોય. આ વિશેષતા છે.
તેમ છતાં પાંચમી કરતાં છઠ્ઠી, છઠ્ઠી યોગદષ્ટિ કરતાં સાતમી દૃષ્ટિમાં ભેદ છે. જો તેવો ભેદ ન હોય તો માત્ર પાંચ જ યોગદષ્ટિ રહે, આઠ નહિ. તેથી ક્ષયોપશમના તારતમ્ય મુજબ છેલ્લી ચાર યોગદષ્ટિવાળા યોગીઓમાં દષ્ટિભેદ, દર્શનભેદ છે જ. પરંતુ તે દર્શનભેદ બોધની વિશદતાની અપેક્ષાએ સમજવો, નહિ કે બોધના વૈજાત્યની અપેક્ષાએ. ચારિસંજીવનીદષ્ટાંત બીજી બત્રીસીના પંદરમા શ્લોકમાં બતાવેલ હોવાથી અહીં તેની વિસ્તૃત છણાવટ અમે નથી કરતા. (૨)/ર૪)
હ આઠ યોગદષ્ટિનો નિર્દેશ છે ગાથાર્થ :- સમ્યક શ્રદ્ધાથી યુક્ત એવો બોધ દષ્ટિ કહેવાય છે. તે આઠ પ્રકારે કહેવાયેલ છે. તેના નામ આ મુજબ છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા દૃષ્ટિ.(૨૦૦૫)
ટીકાર્ચ - શાસ્ત્રબાહ્ય એવો અભિપ્રાય જેમાંથી નીકળી ગયેલ તેવી સુંદર ઊહાપોહ ગર્ભિત શ્રદ્ધાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org