________________
નિષ્પત્તિમાં ત્યાં કાળને એક કારણ માન્યું છે. જૈનદર્શનમાં કાળને વર્તનલક્ષણવાળો કહ્યો છે. જેનું તાત્પર્ય છે કે પ્રત્યેક દ્રવ્યના પર્યાય પરિવર્તનમાં કાળ નિમિત્ત કારણ બને છે. કાળને પ્રથકુ દ્રવ્યના રૂપમાં સ્વીકાર કરવામાં જૈનોમાં મતભેદ રહ્યો છે. આગમોમાં જ્યાં કાળનો ઉલ્લેખ સ્પષ્ટરૂપે પ્રાપ્ત થાય છે ત્યાં તત્વાર્થસૂત્રમાં “ત્રિદ્વૈત્ય” સૂત્રો દ્વારા માન્યતા ભેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાળને વ્યવહારકાળ અને પરમાર્થકાળની દૃષ્ટિથી બે પ્રકારનો માન્યો છે.
વ્યવહારકાળને અઢીદ્વીપ સુધી માન્યો છે. કારણ કે મનુષ્ય આનો વ્યવહાર અઢીદ્વીપ સુધી જ કરે છે. સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ આદિના રૂપમાં કાળનો વ્યવહાર થાય છે. પરમાર્થકાળ અઢીદ્વીપની બહાર પણ વિદ્યમાન છે. અન્ય દ્રવ્યોથી કાળની વિશિષ્ટતા એ છે કે તેના કોઈ પ્રદેશ નથી, એ અપ્રદેશી છે અને અનસ્તિકાય છે.
"પુદ્ગલ” જૈનદર્શનનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. જૈનદર્શનમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત દ્રવ્યને પુદ્ગલ કહ્યો છે. સંસારમાં જેટલી પણ દશ્યમાન અને દશ્યમાન થવાની યોગ્યતા રાખવાવાળી વસ્તુઓ છે તે બધી પુદ્ગલ દ્રવ્ય જ છે. આ દૃષ્ટિથી પુદ્ગલ રૂપી દ્રવ્ય કહેવાય છે. પદ્રવ્યોમાં શેષ પાંચ દ્રવ્ય અરૂપી છે. પુદ્ગલ દ્રવ્ય સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુના રૂપમાં ઉપલબ્ધ થાય છે.'
જીવ” દ્રવ્ય ચેતનાલક્ષણયુક્ત હોય છે. તત્વાર્થસૂત્રમાં જીવનું લક્ષણ ઉપયોગ” કહ્યું છે. ઉપયોગ બે પ્રકારના છે૧. સાકાર અને ૨, નિરાકાર. સાકાર ઉપયોગને જ્ઞાન અને નિરાકર ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. આ જ પ્રમાણે જે દ્રવ્ય જ્ઞાન અને દર્શન યુક્ત હોય છે તે જીવ છે. જીવ બે પ્રકારના હોય છે- સંસારસ્થ અને સિદ્ધ, સિદ્ધજીવ આઠ કર્મોથી મુક્ત થઈ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, શાયિક સમ્યક્ત્વ આદિ ગુણોથી યુક્ત હોય છે. તેઓનું સુખ અવ્યાબાધ હોય છે. તેઓ અમૂર્ત, અગુરુલઘુ અને અનંતવીર્યથી યુક્ત હોવા છતાં પણ પુનઃ સંસારમાં જન્મ ધારણ કરતા નથી. હિન્દુ પરંપરામાં જ્યારે અવતારોની પરિકલ્પનાના અંતર્ગત એક ભગવાન જ વિભિન્ન અવતાર ગ્રહણ કરે છે ત્યારે જૈનદર્શનમાં એકવાર મોક્ષને પ્રાપ્ત કરી જીવ સંસારમાં ફરીથી જન્મ સ્વીકાર કરતો નથી. સિદ્ધોનાં અનંતજ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખને પ્રાપ્ત કરવું તે સંસારના પ્રાણીઓનો ઉત્કૃષ્ટતમ ઉદેશ્ય છે. સંસારસ્થ પ્રાણી જીવાજીવનું સમ્મિલિત રૂપ છે. તેઓનું સમ્મિલન સંયોગરૂપ છે. સંસારસ્થ પ્રાણીને દેહાદિનું પ્રાપ્ત થયું તેનો અજીવની સાથે સંયોગ સિદ્ધ કરે છે. વ્યવહારમાં દેહાદિયુક્ત પ્રાણીઓને જ જીવ કહેવાય છે. અજીવ નહિ, આવા જીવોનું અનેક પ્રકારથી વિભાજન કરવામાં આવે છે. ચાર ગતિના આધારે તેઓને (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ અને (૪) દેવગતિના જીવોમાં વિભક્ત કરવામાં આવે છે. પાંચ ઈન્દ્રિયોના આધારે તેઓને (૧) એકેન્દ્રિય, (૨) તીન્દ્રિય, (૩) ત્રીન્દ્રિય, (૪) ચતુરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિયમાં વિભક્ત
ખાવે છે. છ કાયના આધારે તેઓને છ પ્રકારે વર્ણવ્યા છે- (૧) પૃથ્વીકાય, (૨) અકાય. (૩) તેઉકાય. (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. પર્યાપ્ત અને અપર્યાપ્તના આધારે જીવોનું વિભાજન કરવામાં આવે છે. પર્યાપ્ત”થી તાત્પર્ય છે પોતાના યોગ્ય આહાર, ઈન્દ્રિય આદિ પર્યાપ્તિઓને ગ્રહણ કરી કાર્ય પૂર્ણ કરી લેવું અને અપર્યાપ્ત”થી તાત્પર્ય છે આ પર્યાપ્તિઓને પૂર્ણ ન કરવું. એક જીવમાં ઓછામાં ઓછી ચાર પર્યાપ્તિ હોય છે- (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય અને (૪) શ્વાસોશ્વાસ. આ ચાર પર્યાપ્તિઓ એકેન્દ્રિય જીવમાં જોવા મળે છે. બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં ભાષા પર્યાપ્તિ અધિક હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં મનઃ પર્યાપ્તિ મળીને છહ પર્યાપ્તિ થાય છે. એકેન્દ્રિય જીવનું સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારનું વર્ણન કરવામાં આવે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને કાપી, ભેદી કે છેદી ન શકાય. બાદર એકેન્દ્રિય જીવોને ઘાત આદિથી પ્રાણવિહીન કરી શકાય છે.
સંપૂર્ણ દ્રવ્યાનુયોગમાં જીવ સંબંધિત વર્ણનનું પ્રમુખ સ્થાન છે. અધિકાંશ ભાગમાં જીવ દ્રવ્યની જ વિભિન્ન સ્થિતિઓ અને તેના વિભિન્ન સ્વરૂપોનું વર્ણન નિહિત (સમાયેલું) છે. દ્રવ્યાનુયોગમાં અધિકાંશ વર્ણન જીવના ચોવીસ દંડકોના અંતર્ગત થયું છે. જીવોના વિભાજનમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્વ છે. આ વર્ગીકરણમાં ગતિ, ઈન્દ્રિય અને કાયનાં વર્ગીકરણનો પણ સમાવેશ થઈ જાય છે. 'દંડક”નો અભિપ્રાય છે દંડ અર્થાતુ ફળ ભોગવવાનું સ્થાન. લોકમાં અધોલોકથી
૨. "પુદ્ગલ” નામથી દ્રવ્યાનુયોગમાં ભિન્ન અધ્યયન છે. આ પ્રસ્તાવનામાં તેની ચર્ચા આગળ પૃ. ૩૪ થી ૩૬ પર કરવામાં
આવી છે માટે ત્યાં દખલ છે. SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
10. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org