________________
- ૧૦૯ ૧. તઆક્તનું સ્વરૂપ છે આ જબૂદ્વીપથી તિર્થો અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઓળંગીએ તે વારે અણવર દ્વીપ આવે તે દ્વીપની વેદિકાના છેડાથી ૪૨ હજાર યોજન અરૂણવર સમુદ્રમાં જઈએ, ત્યાં પાણીના ઉપરના તલીયાથી ઉચે અષ્કાયમય મહા અંધકારરૂપ તમસ્કાય નીકળ્યો છે. તે ૧૭૨૧ જન સુધી ભીંત સરખે થઈને, તિ વિસ્તાર પામતે સૈધર્મ ઈશાન સનકુમાર અને માહેંદ્ર એ ચાર દેવલોકને આવરી, ઉચા બહ્ય દેવલાકે રિષ્ટ નામના ત્રીજા પ્રતરે જઇ રહ્યો. આ તમસ્કાય નીચે સરખી ભીતરૂપ વર્તલ આકારપણે, મધ્યમાં શરાવવાના આકારે અને ઉપર કુકડાના પાંજરાના આકારે છે. તે નીચે સંખ્યાતા જન ઉંચે અને વિસ્તારે છે, તે પછી વિસ્તારમાં અસંખ્યાતા જન પ્રમાણ છે. અહીંથી અસંખ્યાતમે સમુદ્ર તમસ્કાય ઉત્પન્ન થવાથી તે તમસ્કાયની પરિધિ અસંખ્યાત જનની જાણવી. આગમને જાણનાર ગીતાથે તમસ્કાયના મહત્વને આ પ્રમાણે કહે છે. કેઈક મહદ્ધિક દેવ ત્રણ ચપટી વગાડીએ, તેટલા વખતમાં જબૂદ્વીપને એકવીશ વાર પ્રદક્ષિણા કરીને આવે, તેજ દેવ તેજ ગતિવડે છ માસ સુધી તમસ્કાયના સંખ્યાતા એજનના વિસ્તારને ઉલ્લંઘે, પરંતુ ઉપર રહેલ અસંખ્યાતા એજનના વિસ્તારને ઉલંઘે નહિ,
૧ બળવાન દેવના ભયથી નાસતા દેવને સંતાવા માટે આ અંધકારવાળી જગ્યા અત્યંત અનુકુલ છે, કારણ કે દેવતા અવધિ કે વિલંગ જ્ઞાનથી શોષવાને માટે ઉપયોગ મૂકે તેટલામાં તે ભય પામેલ દેવતા બીજે નાસી જાય.