________________
૫૧ તિર્યંચ અને મનુષ્યને ભવાંતરે (દેવતા અને નારકીના ભાવમાં ઉપજતાં) અથવા શેષ કાળે મૂળગી લેશ્યાના ત્યાગે અને નવી લેશ્યાના સંયોગે નવી લેશ્યા થાય. જેમ ધળું વસ્ત્ર મજીઠાદિકના સંયોગે પોતાનું મૂળભૂત સ્વરૂપને ગમાવે અને તરૂપ (રકતાદિ વર્ણ રૂ૫) પણે પરિણમે, તથા લેસ્થાને કાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી તેઓને હોય છે.
દેવતા અને નારકીને મૂળગી લેહ્યા નવી વેશ્યાના સંયોગે પ્રગટપણે અથવા અપ્રગટપણે તેનો આકાર માત્ર પામે, પણ તદ્દરૂપ પણે ન થાય. જેમકે –સ્ફટિક તે જાસુદના કુલ સંયોગે પ્રગટ તેનું પ્રતિબિંબ પામે અને નીલમણિ કાળા દેરે પરોવીએ, તો તે નીલમણિ અપ્રગટપણે કાળા દોરાના રંગ જેવા આકાર માત્રને પામે, પણ બંને દૃષ્ટાંતમાં તદુરપ પણે ન થાય. તેવીજ રીતે કૃષ્ણાદિ લેડ્યાના દ્રવ્ય તે નીલાદિ લેસ્થાના દ્રવ્યના સમૂડને પામીને, કેઈક વખત પ્રગટ તેના પ્રતિબિંબને પામે અને કોઈક વખત અપ્રગટ તેના આકાર માને પામે, પરંતુ કૃષ્ણાદિ લેશ્યાના વર્ણાદિ પરિણામ પામીને નીલાદિ લેશ્યાના દ્રવ્ય રૂપે ન થાય. - સાતમી નારકીને સદા અવસ્થિત કૃષ્ણ લેહ્યા છે. તે જ્યારે તે લેશ્યાદિ દ્રવ્ય સંગ પામીને તેના પ્રતિબિંબ કે તદાકાર માત્રને પામે, તે વારે તે જીવને શુભ પરિણામ ઉપજવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય. એવી રીતે સંગમ દેવતાને અવસ્થિત તેજે લેહ્યા કહેવી અને આકાર માત્રથી કૃષ્ણ લેશ્યા થવાથી વીર પ્રભુને ઉપસર્ગ કરવાપણું થયું છે એમ જાણવું.