________________
૨૭૧
શબ્દાર્થ –નરક ગતિ અને તિર્યંચ ગતિમાંથી આવેલા ૧૦, મનુષ્યગતિમાંથી આવેલા ૨૦, (વૈમાનિક) દેવગતિમાંથી આવેલા ૧૦૮, રત્નપ્રભા શર્કરા પ્રભા અને વાલુકા પ્રભામાંથી આવેલા ૧૦, પંક પ્રભા પૃથ્વીકાય અને અપકાયમાંથી આવેલા ૪, અને વનસ્પતિકાયમાંથી આવેલા ૬, તિર્યંચ પુરૂષ અને તિયચ સ્ત્રીથકી આવેલા ૧૦, મનુષ્ય પુરૂષ થકી આવેલા ૧૦, મનુષ્યની સ્ત્રી થકી આવેલા ૨૦, અસુરાદિ (૧૦ ભવનપતિ) અને વ્યંતરમાંથી દરેક નિકાયના આવેલા ૧૦, તે [ભવનપતિ અને વ્યંતરના દરેક નિકાયની દેવીઓ થકી આવેલા પાંચ, જ્યોતિષી દેવ થકી આવેલા ૧૦, - તિષી દેવી થકી આવેલા ૨૦, વૈમાનિક દેવ થકી આવેલા ૧૦૮ અને વૈમાનિક દેવી થકી આવેલા ૨૦ એક સમયમાં મોક્ષે જાય છે.
વિવેચન-નરકગતિમાંથી નીકળીને મનુષ્યગતિમાં આવેલા ૧ સમયે ઉત્કૃષ્ટથી ૧૦ મેક્ષે જાય. એ પ્રમાણે સર્વત્ર સમજવું, કારણ કે મનુષ્ય ગતિમાંથી જ જીવ મેક્ષે જઈ શકે, પણ બીજી ગતિમાંથી મેલે જઈ શકાય નહિ.
૧ કયા જીવો ૧ સમયમાં ૪–૨૦ ને ૧૦૮ મેક્ષે જાય?
૨. ચક્રવતિ અને વાસુદેવનાં સ્તનોના નામ પ્રમાણ કયાંથી આવેલાં હોય અને તે શા કામમાં આવે તથા જધન્ય અને "ઉત્કૃષ્ટથી અઢી દ્વીપમાં ચક્રવર્તિ તીર્થકર વાસુદેવ અને તે બંનેનાં રનો કેટલાં હોય તે સમજા.