________________
૨૭૯
,
શબ્દાર્થ –૪૫ લાખ એજનના વિસ્તારવાળી સિદ્ધ શિલા સ્ફટિકની જેવી નિર્મળ (ધળા સોનાની) છે, તેની ઉપર ૧ જનના છેડે લોકાન્ત છે, ત્યાં સિદ્ધ જીવની સ્થિતિ (રહેવું) છે.
વિવેચન–સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાથી ઉપર ૧૨ યોજન છેટે સિદ્ધશિલા છે. તે ઉત્તાન છત્રને આકારે ૪૫ લાખ જન પ્રમાણ લાંબી પહોળી સ્ફટિકની જેવી નિર્મળ ધેળા સુવર્ણની છે. તેનું બીજું નામ ઈષદ્ પ્રામ્ભારા છે. તે સિદ્ધશિલા મધ્ય ભાગે ૮ જન જાડી છે. તે પછી દિશા અને વિદિશામાં ઘટતી ઘટતી છેડે માખીની પાંખ જેવી પાતળી છે, તેની ઉપર ઉત્સધાંગુલવડે
જન દૂર લોકાન્ત છે. ત્યાં સિદ્ધાની સ્થિતિ એટલે રહેવાનું સ્થાન જાણવું. પોતાની અવગાહનાને ત્રીજો ભાગ પિલાણને પૂરવાથી સિદ્ધની અવગાહના આવે. જેમકે – ઉત્કૃષ્ટ શરીર ૫૦૦ ધનુષ પ્રમાણને ત્રીજો ભાગ બાદ કરવાથી ૩૩૩૧ ધનુષ્ય પ્રમાણુ ઉત્કૃષ્ટ સિદ્ધની અવગાહના અને જઘન્ય ૨ હાથ પ્રમાણ શરીરને ત્રીજો ભાગ બાદ કરવાથી ૧ હાથને ૮ આંગળ જઘન્ય અવગાહના સિદ્ધની હેય. સર્વાર્થ સિદ્ધ વિમાનની દવજાથી ઉપર ૧૨ જન છેડે લોકાન્ત છે. એ બીજે મત જાણ.
૧. કેટલા સમય સુધી અંતર રહિત મેક્ષમાં કેટલા છો જાય?
અને પછી નિયમા અંતર પડે તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલું પડે? અને મોક્ષમાં ગયેલા જીવની જઘન્ય
અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? ૨. સિદ્ધશિલા અને સિદ્ધનું વર્ણન કરે.
- મનુષ્યાધર સમાપ્ત