________________
શબ્દાથ–જેટલાયે ભાગે આયુષ્યને બંધ હોય (તે બંધથી ઉદયની વચમાં જે કાળ) તે અબાધા કાળ. મરણ વખતે (મરણના છેલ્લા સમયે) રૂજુગતિ એક સમય સુધીની હોય છે અને વક્રગતિ ચાર અથવા પાંચ સમય સુધીની હોય છે.
વિવેચન–જેટલાયે ભાગે એટલે છમાસ બાકી રહે છતે અથવા ત્રીજે, નવમે અને સત્યાવીશમે ભાગે અથવા અંતમુહૂર્ત બાકી રહે છતે પરભવના આયુષ્યને બંધ થાય; ત્યાંથી આરંભીને જ્યાં સુધી પરભવનું આયુખ્ય ઉદયમાં ન આવે, ત્યાં સુધીનો કાળ તે અબાધાકાળ. અંતસમય એટલે આયુષ્યને છેલ્લે સમય. જેના પછી પરભવનું આયુષ્ય ઉદયમાં. આવે છે, તે અંતસમયે પરભવમાં જતા જીવની બે ગતિ હોય છે. ૧. રૂજુગતિ અને ૨. વકગતિ. તેમાં રૂજુગતિ એક સમય પ્રમાણ છે, કારણકે સમશ્રેણિમાં રહ્યો છતો કાળ કરીને એકજ સમયમાં ઉત્પત્તિ સ્થાનકે ઉપજે છે અને વક્રગતિ ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી અને કોઈક વખત પાંચ સમય સુધીની પણ હોય છે.
રૂજુગતિમાં આહારને ઉદય કયા સમયે? અને બંને
ગતિમાં પરભવના આયુષ્યને ઉદય કયા સમયે? ઉજજુગઈ પઢમ સમએ, પરભવિયં આઉર્ય તહા-હારે, વકુકાઈબીય સમએ, પરભાવિયાઉં ઉદય-મેઇ. ૩૦૪