________________
૩૨૮
ઘટે. એટલે ઘણું કાલ સુધી દવા યોગ્ય જે આયુષ્ય હોય, તેને અપકાલમાં ભેળવીએ, તે અપવર્તનના કારણ રૂપ અધ્યવસાયાદિ ઉપકમ જાણવો અને તેથી વિપરીત તે અનુપક્રમ જાણ. સેપક્રમી જીવોનાં આયુષ્ય૩ પ્રકારે ઘટે, તે કહે છે. અક્ઝવસાણ નિમિત્તે. આ ડારે વેયણ પરાઘાએ, ફાસે આણપા, સત્તવિહં ઝિન્જએ આઉં. ૩૧૧. અગ્નવસાણ-અધ્યવસાય. | ફાસે-સ્પર્શ નિમિત્તે નિમિત્ત.. આણપાળુ-શ્વાસોશ્વાસ. આહારે-આહાર. સત્તવહં–સાત પ્રકારે. વેયણા-વેદના. ઝિજએ-ઓછું થાય છે. પરાઘાએ-પરાઘાત. | | આઉં-આયુષ્ય | શબ્દાર્થ–૧. અધ્યવસાય, ૨. નિમિત્ત, ૩. આહાર, ૪. વેદના, ૫. પરાઘાત, ૬. સ્પર્શ, અને ૭ શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્ય ક્ષય પામે છે. (ઓછું થાય છે.)
વિવેચન-અધ્યવસાય ૩ પ્રકારે છે. રાગ, સ્નેહ અને ભય. રાગથી આયુષ્યને ક્ષય આ પ્રમાણે -જેમ કોઈ પરબને વિષે પાણી પાનારી સ્ત્રી તરૂણ પુરૂષને અનુરાગથી જેતી છતી, તે પુરૂષની પ્રાપ્તિ નહિ થવાથી મરણ પામી. નેહથી આયુષ્યને ક્ષય આ પ્રમાણે જેમ કે ઈ સાથેવાહીને પતિ દેશાંતરથી આવે છતે સાર્થવાહના મિત્રે સ્નેહ પરીક્ષા નિમિત્તે, સાર્થવાહનું મરણ કહે છતે સાર્થવાહી મરણ પામી, સ્ત્રીને મરણે સાર્થવાહ પણ મરણ પામ્યો. ભયથી આયુષ્યને ક્ષય આ પ્રમાણે --