________________
૨૭૭
શબ્દાર્થ –આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક સમય સુધી અનુક્રમે બીશાદિ સિધ્ધ થયે છતે ઉપર નિરંતર અંતર પડે. જેમકે -આઠ સમય સુધી સિદ્ધ થાય તે ૧ થી માંડીને ૩૨ સુધી, ૭ સમય સુધી ૩૩ થી ૪૮ સુધી, છ સમય સુધી ૪૯ થી ૬૦ સુધી, ૫ સમય સુધી ૬૧ થી ૭૨ સુધી, ચાર સમય સુધી ૭૩ થી માંડીને ૮૪ સુધી, ૩ સમય સુધી ૮૫ થી માંડીને ૯૬ સુધી, બે સમય સુધી ૯૭ થી માંડીને ૧૦૨ સુધી, અને ૧ સમય સુધી ૧૦૩ થી માંડીને ૧૦૮ મોક્ષે જાય, એમ જાણવા.
વિવેચન–૧ થી માંડીને ૩૨ સુધી નિરંતર મેલે જાય, તે ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી, એટલે પહેલે સમયે ૧ થી માંડીને ૩૨ સુધીની સંખ્યામાંથી મેલે જાય, બીજે સમયે પણ તેટલી જ સંખ્યામાંથી મોક્ષે જાય, એમ ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી જ મેલે જાય, પછી અવશ્ય અંતર પડે. ૭ સમય સુધી સિદ્ધ થાય, તે ૩૩ થી માંડીને ૪૮ સુધીની સંખ્યામાંથીજ, પછી અવશ્ય અંતર પડે. જે ૬ સમય સુધી સિદ્ધ થાય, તે ૪૯ થી માંડીને ૬૦ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે જે ૫ સમય સુધી સિદધ થાય, તો ૬૧ થી માંડીને ૭૨ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે. જે ૪ સમય સુધી સિધ્ધ થાય તે ૭૩ થી માંડીને ૮૪ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે. જે ૩ સમય સુધી સિદ્ધ થાય, તે ૮૫ થી માંડીને ૯૬ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે. જે ૨ સમય સુધી