________________
શબ્દાથ–૧. ચક, ૨. છત્ર, અને ૩. દંડ રતન વામ (બને હાથ તિચ્છ પ્રસારેલ પ્રમાણ, ૪. ચર્મરત્ન બે હાથ લાંબું, ૫. ખ ગ રત્ન બત્રીશ આગળ લાંબું, ૬. સુવર્ણ કાકિણું રત્ન ચાર આંગળ પ્રમાણ, ૭. મણિરત્ન ૪ આંગળ લાંબું અને બે આંગળ પહેલું હોય છે. ૧. પુરોહિત, ૨. હાથી, ૩ ઘેડે, ૪, સેનાપતિ, ૫. ગૃહપતિ (ભંડારી) ૬ સુથાર ૨ અને ૭ સ્ત્રી (એ ૭ પંચંદ્રિય રતને મળી ૧૪) રને ચકવતિને હોય છે.
વિવેચન--સાત એકેંદ્રિય રને ચક્રવતિને આત્માંગુલે જાણવાં. સાતે પંચેંદ્રિય રત્નો જે કાળે જેવું શરીરનું પ્રમાણ હોય, તે કાળે તે પણ તેવા પ્રમાણમાં હેય. ચોદે રત્નના ગુણ કહે છે. ૧. ચકરત્ન અન્ય ગોત્રવાળા વૈરીનું મસ્તક છેદે. ૨. છત્રરત્ન ચક્રવતિના હસ્ત સ્પશે ૧૨ જન વિસ્તાર પામે અને વૈતાઢય પર્વતની ઉત્તર દિશામાં રહેનારા પ્લેચ્છ તેના દેવતાઓ મેઘ વરસાવે, તેને રોકવાને સમર્થ થાય. ૩. દંડરત્ન વાંકી ભૂમિને સમી કરે અને કામ પડે ૧ હજાર જન ભૂમિને ખેદે. ૪. ચર્મરત્ન ચકવતિના હસ્ત સ્પશે ૧૨ જન વિસ્તાર પામે અને પ્રભાત કાળે બીજ વાવીએ તે સંધ્યા કાળે ઉપભોગ કરવા ચોગ્ય શાલિ પ્રમુખ ધાન્યને ઉત્પન્ન કરે. ૫. ખડુંગરત્ન સંગ્રામમાં અત્યંત શક્તિવંત હોય. ૬. જાત્ય સુવર્ણમય કાકણું રત્ન તે વૈતાઢય પર્વતની ગુફામાંહે એ કેકી ભીંતે ૪૯-૪૯ માંડલા કરવા ગ્ય હોય. ૭. મણિરત્ન નીચે ચર્મરત્ન અને ઉપર છત્ર રતનની વચ્ચે છત્ર તુમ્બા પર રાખ્યું છતુ