________________
રપ૩ (વાસુદેવ અને બલદેવ), ૩. અરિહંત, ૪. સામાન્ય કેવળી, ૫. યતિ, ૬. દેશવિરતિ, અને ૭. સમ્યકત્વની પ્રાપ્તિ (રત્નપ્રભાદિ) પૃથ્વીના અનુકમથી થાય છે.
વિવેચન-નરકમાંથી નીકળેલા જીવ આગામી ભવમાં ગર્ભજ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય અને તિયચમાં ઉપજે પરંતુ અપર્યાપ્તા, સામૂર્ણિમ કે યુગલિયા મનુષ્ય અને તિયચમાં તથા દેવ અને નારકીમાં ન ઉપજે. પહેલી નરકમાંથી નીકળેલા જ ચક્રવત્તિ થઈ શકે. પણ થાયજ, એવો નિયમ નથી. આ પ્રમાણે બીજી આદિ પૃથ્વીમાં સમજવું. બીજી નરક પૃથ્વી સુધીના નીકળેલા જીવો અનંતર મનુષ્ય ભવમાં વાસુદેવ કે બળદેવ થઈ શકે. શ્રેણિકાદિકની જેમ જેણે પૂર્વે નરકાયુ બાંધીને, પછીથી દર્શન વિશુદ્ધિ વિગેરે કારણોથી તીર્થકર નામ કમને બંધ કર્યો હોય, તેવા જ ત્રીજી નરક સુધી ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી નીકળીને અનંતર મનુષ્યના ભવમાં તીર્થકર થઈ શકે. એથી નરક પૃથ્વી સુધીના નીકળેલા જીવ અનંતર મનુષ્યના ભવમાં જિન [ સામાન્ય કેવલી] થઈ શકે. પાંચમી નરક પૃથ્વી સુધીના નીકળેલા જ અનંતર મનુષ્ય ભવમાં સર્વ વિરતિ સાધુ થઈ શકે. છઠ્ઠી નરક પૃથ્વી સુધીના નીકળેલા
મનુષ્ય અને તિર્યંચ પંચંદ્રિયના ભવમાં દેશ વિરતિપણે પામી શકે અને સાતમી પૃથ્વીમાંથી નીકળેલા જીવે અનંતર તિર્યંચના ભવમાં સમ્યકત્વ પામી શકે, પણ દેશ વિરતિ આદિ ઉપર કહેલ લાભ ન પામે એમ સર્વત્ર જાણવું.