________________
૨૨૦
શબ્દા વાંછિત પ્રતરની એક દિશા(ના આવલિકાગત નરકાવાસા)ની સંખ્યાને આઠ ગુણા કરી, (તેમાંથી ) ચાર ઓછા કરી, એક (ઈંદ્રક નરકાવાસાની સખ્યા સહિત કરીએ, જેમ સીમંતક પ્રતરને વિષે ત્રણસા નેવ્યાસી થાય. અપ્રતિષ્ઠાનને વિષે પાંચ વળો નરકાવાસા છે. પહેલા પ્રતરના આવલિકાગત નરકાવાસા તે મુખ અને છેલ્લા પ્રતરના આવલિકા ગત નરકાવાસા તે ભૂમિ કહેવાય, મુખ અને ભૂમિને સરવાળો કરી, તેનું અધ કરી, પ્રતર સાથે ગુણતાં સર્વાં (આવલિકા ગત નરકાવાસાની ) સખ્યા થાય છે.
વિવેચન—જેમકે રત્નપ્રભાના પહેલા પ્રતર સીમતકની એક દિશાના નરકાવાસાની સંખ્યા ૪૯ છે તેને આઠ ગુણા કરીએ એટલે ત્રણસાને ખાણું થાય, તેમાંથી ચાર એછા કરતાં ત્રણસા અઠયાસી થાય, તેમાં એક ઇંદ્રક નરકાવાસે ઉમેરતાં ત્રણુસા નેવ્યાસી આવલિકાગત નરકાવાસા થાય. એમ દરેક પ્રતરે આવલિકાગત નરકાવાસા ગણતાં છેલ્લા પ્રતરની એક દિશાના નરકાવાસાની સખ્યા એક છે, તેને આઠે ગુણતાં આઠ થાય, તેમાંથી ચાર એછા કરતાં ચાર રહે. તેમાં એક ઈંદ્રક નરકાવાસા ઉમેરતાં પાંચ થાય. પ્રથમ પ્રતરના આવલિકાગત નરકાવાસા ૩૮૯ને મુખ કહીએ અને છેલ્લા પ્રતરના આવલિકાગત નરકાવાસા ૫ ને ભૂમિ કહીએ, તે બન્ને (૩૮૯+૫=૩૯૪ )ના સરવાળો કરી તેનુ અ ૧૯૭ થાય, તેને ૪૯ પ્રતર સાથે ગુણતાં ૯૬૫૩ આવલિકાગત નરકાવાસા થાય અને કુલ ૮૪ લાખ નરકાવાસામાંથી આવલિકાગત ૯૬૫૩ નરકાવાસા બાદ કરતાં ૮૩, ૯૦, ૩૪૭ પુષ્પાવણું નરકાવાસા જાણવા.