________________
૨૦૫ અને જાલીયાં વિનાના નરકાવાસાને વર્ણ અંધકારવાળો ભયંકર અને મલિન છે, વળી આ નારકાવાસાને તળીયાને ભાગ શ્લેષ્મ વિષ્ટા મૂત્ર અને કફાદિ દવે લેપાયેલાની જે છે; તથા માંસ, કેશ, નખ, હાડકાં, દાંત અને ચર્મ વડે આચ્છાદન કરાયેલી મશાન ભૂમિના જેવું છે. સડી ગયેલાં બિલાડા વિગેરેનાં મૃત કલેવરની ગંધ. કરતાં અત્યંત અશુભ ગંધ ત્યાંની પૃથ્વીમાં હોય છે. લીમડા અને ઘાષાતકીના રસ કરતાં અત્યંત કડો રસ ત્યાં હોય છે અગ્નિ અને વિછીં આદિના સ્પર્શ કરતાં અત્યંત ભયંકર સ્પર્શ ત્યાં હોય છે, અગુરુલઘુ પરિણામ પણ અત્યંત પીડા કરનારો છે. પીડાથી આકાન્ત થયેલા તેઓના દુઃખના કારણરૂપ વિલાપને શબ્દ પણ સાંભળવાથી કરૂણા ઉપજે તેવો છે. એ દશ પ્રકારનાં અશુભ પગલે નરક પૃથ્વીમાં હોય છે.
બીજી રીતે ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના. નયા દસવિહ વેણ, સી ઊસિણ ખુહ પિવાસ કંહિ પરવર્લ્સ જર દાહં, ભય સેગં ચેવ વેયંતિ. ૨૦૫ નરયા-નારકી.
પરવર્સ–પરવશપણું. દસવિહ-દશ પ્રકારની.
જર-જવર, તાવ. વેયણ-વેદનાવાળા.
દાહ–દાહ. સી-શીત.
ભય-ભય. ઊસિણ-ઉષ્ણ. ખુહ-ક્ષુધા, ભૂખ.
સોગ-શોક.. પિવાસ-તૃષા, તરસ.
ચેવ-નિશે. કહિં–ખરજ.
યંતિ–વેદે છે.