________________
૧૭૭ કાંઈક ઓછા સાગરોપમ સુધીના બાકીના દેને દિવસ પૃથફત્વે આહાર અને મુહુત પૃથફ શ્વાસોશ્વાસ થાય છે.
'વિવેચન–જે દેવતાનું ૧૦ હજાર વર્ષની ઉપર સમય, આવલી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, સંવત્સર, પાંચ વર્ષ પ્રમાણુ યુગ, પોપમ એવી રીતે યાવત્ સાગરોપમથી કાંઈક ઓછું આયુષ્ય હાય, તે દેવને દિવસ પૃથકૂવે (૨ થી ૯ દિવસે) આહારની ઈચ્છા થાય અને મુહૂર્ત પૃથફત્વે (૨ થી ૯ મુહર્ત ) શ્વાસોશ્વાસ થાય. એવી રીતે આયુષ્યની વૃદ્ધિએ આહાર અને શ્વાસોશ્વાસમાં અનુક્રમે દિવસ અને મુહૂર્ત ત્યાં સુધી વધારવાં કે ૧ સાગરોપમ આયુષ્યવાળા દેવને પક્ષે શ્વાસોશ્વાસ અને ૧ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય.
ગાથા અઢારમી વધારો ધર્મના લોકપાલનું કર્તવ્ય–અહીં બનેલા અકસ્માત્ બનાવેને સેમ જાણે છે. દક્ષિણ દિશાને અધિપતિ યમ છે, તે રોગો અને મરણને જાણે છે તેથી કરીને જ અહીં મરણ સમયે અમુક માણસને લેવાને માટે યમ આવ્યા એમ કહેવાય છે. વરૂણ જલથી બનેલા બનાવને જાણે છે અને વિશ્રમણ ધન સંબંધી જાણે છે તથા જમીનમાં દટાએલાં ધણું વિનાનાં તે ધનેને તીર્થકરાદિકના પુરણયથી તેમને ઘેર દેવ મારફતે મૂકાવે છે. ૧. જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ભવનપતિ, જ્યોતિષી, લાંતક,
આરણ અને જયન્ત દેવોને આહાર અને શ્વાસોશ્વાસનું પ્રમાણુ કહે. શ્વાસોશ્વાસની વ્યાખ્યા કહે તથા મુહૂર્ત અને દિવસના શ્વાસોશ્વાસ કેટલા ?
૧૨