________________
૧૪૬
દેવતાની આગતિ. નર પંચિંદિય તિરિયા–ણુપત્તી સુરભવે પજરાણું અઝવસાય વિસેલા, તેસિં ગઇ તારતમ્મ તુ. ૧૪૦ નર-મનુષ્ય.
અજઝવસાય-અધ્યવસાય. પંચિંદિય-પચંદ્રિય. | વિસે સા–વિશેષથી. તિરિયાણ-તિર્થની. તેસિં–તેઓની. ઉપત્તી–ઉત્પત્તિ.
ગઈ-ગતિમાં. સુર ભવે-દેવતાના ભવમાં. તારતમ્મ-તરતમપણું ૫જજરાણુ-પર્યાપ્તા. | તુ-વળી, પણ.
| શબ્દાર્થ–-પર્યાપ્તા પચેંદ્રિય મનુષ્ય અને તિર્યાની ઉત્પત્તિ દેવતાના ભવમાં થાય છે પણ અધ્યવસાય વિશેષથી તેઓની ગતિમાં તરતમપણું હોય છે, (એટલે એક દેવ મટી અદ્ધિવંત અને બીજો અલ્પ બદ્ધિવંત થાય છે. )
| વિવેચન–દેવતા, નારકી, એકેદ્રિય, વિકલૈંદ્રિય, અપર્યાપ્ત તિર્યંચ અને અપર્યાપ્ત મનુષ્ય, દેવગતિમાં ન ઉપજે. અધ્યવસાય એટલે મનને વ્યાપાર. તે ત્રણ પ્રકારે છે, અશુદ્ધ, શુદ્ધ અને અત્યંત શુદ્ધ. અશુદ્ધ અધ્યવસાયથી નરકાદિ ગતિને બંધ થાય છે, અત્યંત શુધ્ધ અધ્યવસાયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ અધ્યવસાયથી દેવગતિને બંધ થાય છે. તેમાં પણ તીવ્ર તીવ્રતર તીવ્રતમ અધ્યવસાયને લીધે એક મોટી અદ્ધિવાળામાં અને એક અ૫ ત્રાદ્ધિવાળામાં તથા એક મેટા આયુષ્યવાળા અને એક ઓછી આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય છે.