________________
૧૬૫ * શબ્દાર્થ ––દેવીઓની ઉત્પત્તિ બે દેવલેક સુધી હોય છે અને આગળ સહસ્ત્રાર દેવલેક સુધી (અપરિગ્રહિતા દેવીએનું) ગમનાગમન હોય છે. અશ્રુતથી આગળ દેવેનું પણ ગમનાગમન નથી. - વિવેચન-દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ વ્યંતર જ્યોતિષી સૌધર્મ અને ઈશાન દેવલોકમાં હોય છે, પરંતુ દેવીએ ઉપરના દેવલેકમાં ઉપજતી નથી. સૈધર્મ અને ઈશાન દેવલકમાં ઉત્પન્ન થયેલી અપરિગ્રહીતા દેવીઓનું ગમનાગમન સહસ્ત્રાર દેવલોક સુધીના દેવના ભેગને માટે થાય છે. તેથી ઉપરના દેવલોકે દેવીઓનું ગમનાગમન નથી. આનતાદિ દેવલોક એગ્ય દેવીને કાયસેવાની વાંછા ઉપજે, તે તે પોતાની ઈચ્છા મુજબ મનુષ્ય, સૈધર્મ અથવા ઈશાન દેવલોકના દેવની સાથે કાયસેવા કરે. કદાચ બારમા દેવલોકને દેવ મન સેવી મનુષ્ય લોકમાં આવી મનુષ્યની સ્ત્રી સાથે કાયસેવા કરે, તો તે દેવ મરીને તેજ સ્ત્રીને પેટે ઉપજવાને હોય, ત્યારે જ તેને એવી કુબુદ્ધિ ઉપજે. અશ્રુત દેવક થકી ઉપર દેવેનું ગમનાગમન નથી, કારણ કે નીચેના દેને ઉપર (ગેયકાદિકમાં જવાની શકિત નથી અને ઉપરના દેવને અહીં આવવાનું પ્રયોજન નથી. જિનેશ્વરના જન્માદિ કલ્યાણકેમાં પણ ત્યાં બેઠા થકા શૈવેયકાદિ દેવ નમસ્કારાદિ ભક્તિ સાચવે છે, તથા સંદેહ ઉત્પન્ન થાય, તે તે દે ત્યાંથી જ તીર્થકર ભગવાનને મને વર્ગણાએ પ્રશ્ન પૂછે અને તીર્થકર ભગવાન કેવળજ્ઞાનથી તેમને પ્રશ્ન જાણું મને વર્ગણાએ ઉત્તર આપે, એટલે તે દેવ તીર્થકરે મને વર્ગણાથી આપેલા ઉત્તરને અવધિજ્ઞાનથી જાણી પોતાને સંદેહ દૂર કરે.'