Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
આપેલું છે તથા તે પ્રસંગે શ્રી સિદ્ધસેન દિવાકરને પણ એકાર નગરમાં જિનચૈત્ય કરાવવાના સંબંધમાં સંક્ષિપ્ત હેવાલ આપેલો છે. છઠ્ઠા અધિકારમાં પ્રથમ પાંચ સાત કવિઓના સંક્ષિપ્ત પ્રબંધ આપી ત્યારપછી તે અધિકારની સમાપ્તિ સુધી વિસ્તારથી વૃદ્ધ ભોજરાજની દાનશક્તિનું વર્ણન કરતાં કાળિદાસ વિગેરે કવિઓના પ્રબંધે આપેલા છે. છેલ્લા સાતમા અધિકારમાં બેડાએક કવિના પ્રબંધે છે, પોતાના પુત્રની ભાગ્યની પરીક્ષા, પિતાની કુલટા રાણીએ અને લંપટ કવિઓનો હેવાલ તથા ડામરે કરાવેલે ભીમ અને ભજનો મેળાપ આપ્યો છે, અને પછી આ પ્રબંધના ઉપસંહારમાં શ્રીકણ રાજા સાથેની શરતનો ભંગ કરવાથી કર્ણરાજ, ભીમરાજા સહિત ભેજરાજા પર ચડી આવ્યો, તેટલામાં ભોજરાજા અકસ્માત વ્યાધિ થવાથી સ્વર્ગે ગયા. તેનું રાજ્ય કર્ણ કબજે કર્યું, તથા કણે કવિઓને ઘણું દાન આપ્યું. એ વિગેરે હકિત સંક્ષેપથી આપી ગ્રંથની સમાપ્તિ કરી છે.
એકંદર આ ગ્રંથમાં ભોજરાજાનો ઈતિહાસ, તેની દાનકળા, કવિઓના પ્રબંધ અને સાહિત્યનો વિનોદ આટલી હકિકત મુખ્ય રીતે સમાયેલી છે, તેથી સર્વ કઈ વાચક વર્ગને આ ગ્રંથ અતિ પ્રિય થઈ પડે તે છે. તે બાબત તેની વિસ્તારથી પ્રશંસા કરવા કરતાં વાંચકવર્ગને આ પુસ્તક એકવાર હસ્તગત કરીને પછી જ તેના પર દૃષ્ટિ કરવાની વિનંતિ કરવી ઉચિત ધારી છે.
જો કે આ ગ્રંથનું જ ભાષાંતર ઈ. સ. ૧૮૯૧માં રા. ૨. મણિભાઇ નભુભાઈ દ્વિવેદીએ છપાવીને પ્રસિદ્ધ કર્યું છે, અને તેનાથી જ આ ગ્રંથ પ્રસિદ્ધિ પામ્યો છે, પરંતુ તેમને આ ગ્રંથ માટે પ્રતિ મળેલી તે કાંઇક અપૂર્ણ મળેલી, તેથી સંપૂર્ણ ભાષાંતર તેમાં આવ્યું નથી, તથા ભાષાંતરકર્તા ઉત્તમ વિદ્વાન હોવા છતાં તેની ભાષા સંસ્કૃતમય હોવાને લીધે કેવળ ગુજરાતી ભાષાના જ્ઞાનવાળા વાચક વર્ગને તેમાં જોઈએ તેટલે આનંદ મળવો અશક્ય છે. તે સાથે ભાષાંતરને જેનશૈલીને અનુભવ બિલકુલ નહીં હોવાથી અને આ ગ્રંથકર્તા જેનાચાર્ય હેવાથી જ્યાં જ્યાં જેનશેલીના ખાસ શબ્દો કે વાક્ય આવ્યા છે ત્યાં ત્યાં ભાષાંતરકર્તાએ ખાલી જગ્યા રાખી નીચે ફટનેટમાં અશુદ્ધિ વિગેરે કારણો બતાવ્યાં છે. આથી કરીને તે ભાષાંતર સર્વને સંપૂર્ણ ઉપયોગી થયું નથી એમ ધારી તેનું કરીને ભાષાંતર કરાવી 'પ્રસિદ્ધ કરવાનો વિચાર થશે. અને તેથી જ આ સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ પાસે આના છપાયેલા મૂળ ગ્રંથ ઉપરથી ખંત અને કાળજીપૂર્વક ભાષાંતર કરાવી તથા તેની પ્રેસપી બનતા પ્રયાસથી બીજા વિદ્વાન પાસે વંચાવી, સુધરાવીને છપાવવામાં આવ્યું છે. તો પણ મૂળ ગ્રંથની પ્રતિમાં કચિત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 230