________________ ભીમસેન ચરિત્ર ત્યાંના રસ્તાઓ ઘણા જ વિશાળ હતા. એક સાથે પાંચ પાંચ હાથીઓની કતાર ચાલી શકે તેટલા એ રસ્તા મોટા હતા. રસ્તાની બંને બાજુએ આસોપાલવના વૃની કતાર ઉબાડેલી હતી. જેની શીતળ છાયામાં નગરજનો શૈશાખી બપોરે પણ આરામથી ફરી શકતાં હતાં. રસ્તાની શેરીઓ પણ સમાંતર સમરસે પડતી હતી. એ બધી જ શેરી ને ખડકીઓ કોઈ ને કોઈ મોટા રસ્તાને જડતી હતી રસ્તા ઉપર વિવિધ વસ્તુઓના વેચાણની દુકાનો હતી અને એ દરેક દુકાનોમાં આકર્ષક રીતે માલ ગોઠવેલો હતે. નીચેના ભાગમાં દુકાનો અને ઉપરના ભાગમાં આવા હતાં. ને એ દરેક આવાસોનું પ્રવેશ દ્વાર શેરીના અંદરના ભાગમાં જ પડતું. આ શેરીએ પણ ઘણી મોટી હતી. ત્રણ ઘોડેસ્વારો તો એકી સાથે એક હરોળમાં જઈ શકે તેવી મેટી હતી. એ રસ્તાઓ અને શેરીઓ ઘણી જ સ્વચ્છ અને સાફ રહેતી. નગરના મધ્યભાગમાં વિશાળ બગીચો પણ હતો. શહેરના બીજા ભાગોમાં નાના નાના એવા બગીચાઓ તો ઘણા જ હતા. સરોવરે પણ હતાં. નાટયગૃહો પણ હતાં. ચિત્રશાળા, સંગીતશાળા, નૃત્યશાળા તો ચોરે ને ચૌટે નજરમાં આવતી હતી. અને દરેક શેરીમાં એક એક વ્યાયામશાળા હતી. પણ રાજગૃહનું ખરું આકર્ષણ તો તેના મંદિરે અને હવેલી હતી. આમ તે ત્યાં અઢારે વર્ણના લોકો વસતા હતા. પરંતુ જનની વસ્તી ત્યાં મોટા પ્રમાણમાં હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust