Book Title: Bharatno Dharmik Itihas
Author(s): Manilal Lallubhai Pedhi
Publisher: Manilal Lallubhai Pedhi

View full book text
Previous | Next

Page 8
________________ તેવું સુખ ભાસતું હોય તોપણ તે વહેલું મોડું દુઃખમાં જ વિરમે છે. માટે વિવેક સમ્પગ રાની પુરૂષો આ સુખને ખરું સુખ ન કહેતાં તેને સુખાભાસ કહે છે, અને તેઓ અન્ય જીવોની પેઠે આવા સુખમાં સંતુષ્ટ ન થતાં સત્ય સુખ શું હશે? તે જાણવા અને તે કેમ મળે તેવા પ્રયત્નમાં જોડાય છે. તત્વવિદુ પુરો ખરા સુખનું સ્વરૂપ જૂદું જ કહપે છે. જે સુખ અથવા અનુકુળ લાગણે સર્વદા એક સ્વરૂપે અનુભવાય તેજ અક્ષય સુખ, એજ પામવું, એજ ઈરછવું, એજ શોધવું તે આ મનુષ્ય માત્રનું ખરું કર્તવ્ય છે. માટે અક્ષય સુખ સંબંધી વિશેષ જાણવાની જરૂર છે. અક્ષય સુખ એટલે શું? અનુકુળ અથવા પ્રતિકુળ એટલે સુખ અથવા દુઃખ બને જાતની લાગણીની પ્રતિતિ આપણી ચિત્તવૃત્તિ એટલે મનનું દ્વિધા સ્વરૂપ છે અર્થાત સુખ અથવા દુઃખ એ આપણું મનોવૃત્તિનાજ વિકાર છે. જે આ ચિત્તવૃત્તિ બહિર્મુખ થવાનો સ્વભાવ છેડી દઈ અંતર્મુખ રહી અવિકાર પણ સ્થિર થાય એટલે મન સદા સામ્યવસ્થામાં રહી શકે તો પરમ સંતોષ, તેજ શાંતિ, તેજ નિત્ય સુખ અને તે જ અક્ષય સુખ. અહિં ચિત્તની શાંતિ એટલે જડતા અથવા મૂઢતા સમજવાનું નથી. પરંતુ આ વિશ્વમાં શુભાશુભ પ્રસંગે પ્રાપ્ત થતાં, જે સમયે જેવું મળે તેમાં અવિકારપણે નિભાવ કરી લેઈ સંતુષ્ટ રહી શકાય એવી મનની સ્થિતિન શાંતિ સમજવી. તેજ અક્ષય સુખ. શાસવેત્તાઓ આ અક્ષયસુખને માફ કહે છે. આવા સુખને પામવાની સર્વને પ્રબળ ઇચ્છા હોય છે. અક્ષય સુખ અથવા મોક્ષ માટે માણસ માત્રમાં જે સ્વભાવિક વૃત્તિ છે તેને સંતોષવા મહાન પુરૂષોએ માર્ગ શેયા. આ માર્ગની શોધમાં તેમને અનેક વિચાર આવ્યા અને સ્વભાવિક રીતે જાણવાની ઈચ્છા થઈ કે મનુષ્યોમાં “હું શું? આ દેહ શું છે ? આસપાસ દેખાતું આ સર્વ જગત વિગેરે શું છે? મનુષ્યોને અને જગતનો સંબંધ છે? આ સર્વનો કાઈ નિયંતા હશે કે સ્વતંત્ર હશે ? અન્ય આવું જગત હશે કે ? હશ તે આવા સુખદુઃખાદિ બંને ગુણ વાળું હશે કે વિલક્ષણ હશે? આ વર્તમાન દેહની પૂર્વે આવા અથવા બીજી જાતનો દેહ હશે કે નહિ ? અને પુનઃ આવે અથવા બીજી જાતનો દેહ પ્રાપ્ત થશે કે કેમ ? આ જગતમાં કોઈ જન્મથી સુખી, કોઈ જન્મથી દુ:ખી હોય છે તેનો કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174