Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 13
________________ ૬ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે જઈ ન શકે). આ અને અન્ય આવા ઉલ્લેખે (ઋ.માં ૨, ૪, ૪ વગેરે) પરથી “સંદેશ” સુંદર રીતે ઘડાયેલી મૂર્તિના અર્થમાં વપરાયેલ લાગે છે. શુકલ યજુર્વેદની વાજસનેયી સંહિતામાં મતિ વિશે ઘણા ઉલેખે છે. તેમાંના એક ઉલેખમાં સૂર્યદેવને હિરણ્યપાણિ ( અર્થાત જેના હાથ સુવર્ણના છે) કહેવામાં આવેલ છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે સૂર્યના હાથ મૂર્તિ ભંજક રાક્ષસે તેડી નાખ્યા હતા. તેથી દેવોએ તેમને સુવર્ણના હાથ આપ્યા. આ ઉપરાંત આ સંહિતામાં બીજા કેટલાક ઉલ્લેખ છે જે બતાવે છે કે વેદના સમયમાં મૂતિએનું અસ્તિત્વ હતું. જેમ કે, અગ્નિનું શરીર લેખંડ, ચાંદી કે સેનાનું હતું. વાહક અગ્નિને લઈ જતા હતા. દિવસ અને રાત-દેવોને સુંદર શિલ્પ હતાં. કાષ્ઠ કેતરકામ” કરનાર મુતિને સુંદર બનાવે છે, વગેરે. કૃષ્ણ યજુર્વેદ અથવા તૈત્તિરીય સંહિતામાંથી મૂતિઓના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. યજ્ઞમાં મૂર્તિને ઉપયોગ થતો હોવાનું આ સંહિતામાંથી જાણવા મળે છે. દા. ત., “તે સુવર્ણ—માનવ યજ્ઞને ટેકો આપવા મૂકે છે.” આ દેવનું મંદિર છે. વગેરે. કાઠક સંહિતામાં “દેવલ” શબ્દ જે ઋષિ મૂર્તિઓમાંથી કમાણી કરતે. હોય તે અર્થમાં વપરાયેલે છે. - અથર્વવેદ સંહિતામાં તો મૂતિઓના ઉલ્લેખ ઉપરાંત મંદિરની સ્થાપનાની નેધ પણ મળે છે. બ્રાહ્મણ ગ્રંથમાંથી સૂર્યપૂજાને લગતા યજ્ઞયાગાદિના વિધિમાં ચક્ર કે સુવર્ણના ટુકડા સૂર્યના પ્રતીક તરીકે પૂજાતા હોવાનું જાણવા મળે છે. શતપથ બ્રાહ્મણ પુરુષની સુવર્ણ પ્રતિમા બનાવવાની સૂચના વિસ્તારથી આપે છે. ઉપરાંત આ શતપથ બ્રાહ્મણમાં કાલદેવ, રાત્રિદેવી વગેરેની મૂતિઓ ઈટો ઉપર કોતરવાના ઉલેખે પણ મળે છે. ષવિંશ બ્રાહ્મણમાં “દેવ મંદિરે પૂજે છે, દેવની મૂર્તિ એ. હસે છે, રડે છે, ચીસો પાડે છે જેની નોંધ જોવામાં આવે છે. “દેવાના. ચર” જેવા ઉલ્લેખે પંચવિશ બ્રાહ્મણમાં છે. ઋગ્વદના સાંખ્યયન બ્રાહ્મણમાં મૃતિઓને છૂટા છવાયા ઉલ્લેખ છે. દા. ત., સૂર્યની મૂર્તિના હાથ ખંડિત થઈ ગયા છે. તેઓના હાથ સુવર્ણના બનાવેલા છે.” વગેરે ઉલ્લેખે ઉપલબ્ધ થાય છે. કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીય બ્રાહ્મણમાં મૂર્તિઓના કેટલાક ઉલ્લેખ છે. જેમકે દેવોની સન્મુખ ઉદ્દગાતા હોય છે, અગ્નિ રથમાં છે, આ દેવો રથમાં છે. હતાને ઉષાની બે મૂતિઓની પૂજા કરવા દો. સરસ્વતી, ઈડા અને ભારતીની ત્રણ મૂર્તિએ સુવર્ણની બનાવેલી ત્રણ દેવીઓ, વિવિધ મૂતિઓના શિલ્પી ત્વષ્ટા આ બધા દેવતાઓ યજમાનના શ્રેય માટે રથમાં મૂકેલા છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90