Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 39
________________ ૩૨ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે એ શૈલીના ગ્રંથમાં વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર, ભેજદેવનું “સમરાંગણસૂત્રધાર' અને ભુવનદેવનું “અપરાજિતપુછો મુખ્ય છે. દ્રવિડ શૈલીના ગ્રંથના પ્રણેતા મય” છે. આ શૈલીને મુખ્ય ગ્રંથ “માનસાર” છે. તે ઉપરાંત અગત્યરચિત સકલાધિકાર, કશ્યપને અંશુમભેદાગમ, મયને મયમત, શ્રીકુમારનું શિલ્પરત્ન ગણનાપાત્ર છે. આ સિવાય પ્રતિભા-વિધાનની ચર્ચાઓ રજૂ કરતા ગ્રંથોમાં પાંચસત્રદીપિકા, ચતુર્વર્ગ ચિંતામણી, મૂતિધ્યાન, મૂર્તિલક્ષણ, દેવતાશિલ્પ, જ્ઞાનરત્નકેશ, શિલ્પસાર, શિપરત્ન, ક્ષીરાર્ણવ, દીપાર્ણવ વગેરે નોંધપાત્ર છે. શુક્રનીતિ, નિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મંત્રમહાર્ણવ, મંત્રરત્નાકર, મેરુતંત્ર, શ્રીતત્ત્વનિધિ, પૂજા-પદ્ધતિઓ, પ્રતિષ્ઠાવિધિઓ, ઈશાન-શિવ-ગુરુદેવ પદ્ધતિ, હરિભક્તિવિલાસ, અભિલક્ષિતાર્થચિંતામણિમાનસોલ્લાસ), કૃષ્ણાનંદતત્રસાર વગેરે મૂર્તિવિધાનની સામી ધરાવે છે. બૌદ્ધ પ્રતિમા વિધાનમાં “તારાલક્ષણ” ગ્રંથમાં તારા અને બીજી દેવીઓનાં વર્ણન આપ્યાં છે. બુદ્ધની દશતાલમૂતિ માટે તિબેટી ભાષામાં દશતાલન્યગ્રોધપરિમંડળ એ બુદ્ધ પ્રતિમા માટે લક્ષણ ગ્રંથ છે. “સાધનમાલા”માંથી સેંકડો બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાને મળે છે. જૈન પ્રતિભાવિધાન માટે કેટલાક ગ્રંથમાં માહિતી છે કે જેમાં વાસ્તુસાર, અપરાજિતપૂછા, લેકપ્રકાશ, આચારદિનકર, નિર્વાણલિકા, પ્રતિષ્ઠાસારોદ્ધાર, દીપાર્ણવ, રૂપમંડન, રૂપાવતાર વગેરેનો સમાવેશ થાય છે. પુરાવશેષીયઃ પુરાવશેષો પૈકી મુદ્રાઓ અભિલેખ, સિકકાઓ, અને ઉપલબ્ધ શિલ્પકૃતિઓ મૂર્તિવિધાનના અભ્યાસ માટે ઉપયોગી છે. મુદ્દાઓ ઃ હરપ્પીય સભ્યતામાં સચિત્ર મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. એ મુદ્રાઓ પરનાં વિવિધ લાંછનેમાં જુદાં જુદાં દેવદેવીઓનાં પ્રતીક જોવા મળે છે. એક લાંછનમાં દેવી પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. કેટલાંક લાંછનેમાં દેવને આકાર આલેખવામાં આવ્યો છે જે અનુકાલીન મહાદેવના સ્વરૂપ સાથે ઘણું સામ્ય ધરાવે છે. કેઈક લાંછનમાં પ્રાણી મિશ્રિત મનુષ્યાકૃતિ દૈવી સ્વરૂપની દ્યોતક છે. એકશૃંગી વૃષભ જેવા પશુના મોં નીચે ધૂપદાની કે રમદાની જેવું પાત્ર કેલી આકૃતિ કયારેક લાંછનમાં જોવા મળે છે. કેટલાંક લાંછનેમાં નાગદેવને આકાર અને એની સામે બાજઠ પર દૂધ જેવો

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90