Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 48
________________ મૃતિવિંધાન માટેના પદાર્થો અને એની પદ્ધતિઓ ઘટતું. આ પદ્ધતિએ બનાવેલી મૂતિઓ રાજઘાટ, અહિચ્છત્રા વગેરે સ્થાનમાંથી મળેલી છે. અહિ છત્રામાંથી મળેલું પાર્વતીનું મસ્તક અને મથુરામાંથી મળેલું અને લખનૌ મ્યુઝિયમમાં સુરક્ષિત શિવનું મસ્તક જાણે એ પથ્થરની મૂતિ હોય એવાં સુંદર બન્યાં છે. અહિચ્છત્રામાંથી મળેલી એક શિર-વિહીન પીઠાસનસ્થ ચામુંડાની મૂર્તિ, હાલ દિલ્હીને નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત ગગા અને યમુનાની મનુષ્યકદની મૂર્તિઓ વગેરે પણ ગુપ્તકાલીન મૃત્તિકા-પ્રતિમાઓનાં સારાં દૃષ્ટાંત છે. ઉત્તરકાલમાં પણ માટીની પકવેલી મૂતિઓ બનાવવાની પરંપરામાં મહારાષ્ટ્રમાં વિનાયકયતુથીને દિવસે બનતાં ગજાનનનાં પૂર્ણ કલાત્મક શિલ્પ તેમ બંગાળમાં સરસ્વતી અને દુર્ગાપૂજા વખતે બનતી માટીની ભવ્ય મતિઓ એની પ્રતીતિ કરાવે છે. (ઈ) કાષ્ઠ : શિ૯૫માં કાષ્ઠને પ્રયોગ ઘણા પ્રાચીન કાલથી થતો હોવાનું જણાય છે. પણ લાકડું જલ્દી નાશ પામતું હોવાથી તેને એટલા જૂના નમૂના પ્રાપ્ત થતા નથી. વળી આ કારણે પથ્થર, માટી અને ધાતુના મુકાબલે તેને પ્રયોગ પણ એ થયે છે. ભારતમાં કાષ્ઠ-લાકડા પર કોતરણું કરવાની પ્રથા ઋવેદ જેટલી પ્રાચીન જણાય છે. ઋગ્વદમાં સૂર્યને રથ સુંદર કોતરણીવાળા હજાર સ્તંભને હોવાનો ઉલ્લેખ છે. યજ્ઞયાગાદિને લગતાં તમામ ઉપકરણે લાકડામાંથી બનાવવામાં આવતાં. મહાભારત, રામાયણ, બૃહત્સંહિતા, બૌદ્ધજાતકે વગેરે અનેક પ્રાચીન ગ્રંથોમાં તથા પરદેશીઓનાં વૃત્તાતેમાં કાષ્ઠના સિંહાસનદિના ઉલ્લેખ મળે છે. બૃહત્સંહિતાના વન પ્રવેશાધ્યાયમાં પ્રતિમા માટેના કાષ્ઠનું વર્ણન આપ્યું છે. એક જાતકમાં ઉબરના લાકડામાંથી પૂરા માનવકદની પ્રતિમા બનાવ્યાનો ઉલ્લેખ મળે છે. કાષ્ઠકલાને પ્રાચીન કાળમાં “દારૂકમ “તરીકે ઓળખવામાં આવતી. દારૂ અથવા કાષ્ઠમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરા પ્રાચીન હતી. ભવિષ્ય, મત્સ્ય, વિષ્ણુધર્મોત્તર વગેરે પુરાણમાં તે કાષ્ઠમ થી પ્રનિસાઓ બનાવવાનાં પ્રકરણો આપ્યાં છે. અપરાજિતપૃછામાં ચંદન, દેવદારૂ વગેરેમાંથી લિંગ બનાવવાનું કહ્યું છે. એટલું જ નહિ પણ કાષ્ઠલિંગને કાષ્ઠમંદિરમાં સ્થાપિત કરવાનો અનુરોધ કર્યો છે. પરંતુ કાષ્ઠ પ્રતિભાઓને નાશ જલદી થવાનો સંભવ હોવાથી સેવ્યપ્રતિમાઓ પાષાણ અને ધાતુની બનવા લાગી.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90