________________
પરિશિષ્ટ મૂર્તિવિધાનકલા પરંપરાઓ અને શિલીઓ
ભારતીય મૂર્તિવિધાનકલા એકવિધ નહિ પણ અનેકવિધ છે. છેક હડપ્પીય સભ્યતાના કાલથી એમાં લેકકલા અને પ્રશિષ્ટ કલા એવા બે ભેદ ચાલ્યા આવે છે. લોકકલાનું સાતત્ય આજદિન સુધી ચાલુ રહ્યું છે. પ્રશિષ્ટકલા કલાકારે અને તેમને મળતો આશ્રય, તેઓને માર્ગદર્શન આપતાં શાસ્ત્રો વગેરે પર આધારિત રહેવાથી તેમાં વખતે વખત રૂપાંતર થયા કરે છે. આથી એમાં અનેક વિધ શૈલીઓ પાંગરે છે. ભારતમાં મૂતિ વિધાનકલાને ક્ષેત્રે પાંગરેલી પરંપરાઓ અને શિલીઓનું અહીં ટૂંકું અવલોકન અભિપ્રેત છે. પ્રતિમા નિર્માણ પરંપરાઓ
ભારતમાં શિલ્પશાસ્ત્રની બે પરંપરા પ્રચલિત થઈ છે : (૧) ઉત્તરી અથવા નાગરી અને (૨) દક્ષિણ અથવા દ્રવિડ. ઉત્તરી શૈલીના વાસ્તુગ્રંથના મુખ્ય પ્રણેતા “વિશ્વકમ” ગણાય છે, જ્યારે દ્રવિડશૈલીના વાસ્તુગ્રંથોના પ્રણેતા “મય” મનાય છે. ઉત્તરી પરંપરાના શિ૯૫ ગ્રંમાં મૂતિ–નિમણકક્ષામાં સાદાઈનું તરવ જણાય છે. દક્ષિણ ભારતની મૂતિકલામાં પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક વલણે (religious and cultural trends) ઉત્તર ભારતની અપેક્ષાએ વિશેષ સુરક્ષિત રહ્યાં છે.
દક્ષિણની પરંપરામાં મૂર્તિના હાથમાં પક્ષી કે આયુધ અથવા અન્ય ઉપકરણને નીચલા છેડેથી પકડાવવામાં આવે છે, જ્યારે ઉત્તરમાં એને મુખ્યત્વે મધ્ય ભાગથી પકડાવવામાં આવે છે. આ બાબતમાં શિવ અને સૂર્યની મૂતિઓ ખાસ બેંધપાત્ર છે. દક્ષિણ ભારતમાં શિવના હાથમાં મુખ્યતવે છલંગ મારતું હરણું ઘણું કરીને દેવતાના ડાબા ઉપલા હાથમાં અપાય છે. આવું સ્વરૂપ ઉત્તર ભારતમાં જોવા મળતું નથી. સૂર્યની મૂતિને ઉત્તર ભારતમાં હેલબૂટ સહિતની બતાવવામાં આવે છે, જે તેના ઈરાની ઉગમ કે પ્રભાવની સુચક છે. પછીના સમયમાં આ હેલબટને પુરાણાદિ ઉત્તર ભારતીય પરંપરાના ગ્રંથાએ સમર્થન આપવા માટે એવી વાત વહેતી કરી છે કે સૂર્યની મૂર્તિમાં ખુલ્લા પગ જેવાથી કુષ્ઠરેગ(કેટ) થાય