Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 86
________________ મૂતિવિધાન કલા ? પરંપરાઓ અને શેલીએ ૭૯ છે. આવી માન્યતા દક્ષિણી પરંપરામાં પ્રચલિત થઈ નથી અને દક્ષિણ ભારતીય સૂર્યમૂતિઓમાં ખુલ્લા પગ પણ જોવા મળે છે. વિષ્ણુની પ્રતિમામાં વિષ્ણુને શ્રીદેવી તેમજ ભૂદેવી સહિત દર્શાવવાની પ્રથા દક્ષિણ ભારતમાં વિશેષ વિકસી છે. વળી દેવીપ્રતિમાઓમાં કેશરચાનાનું વૈવિધ્ય દક્ષિણની મૂતિઓમાં ઘણું વધારે જોવા મળે છે અને એ બાબતમાં ચાલુકય પલવ, ચળ, પાંડવ અને વિજયનગર જેવી શિલીઓને પાષાણુશિલ્પ અને ધાતુશિલ્પામાં ભારે વિકાસ થયેલે દષ્ટિગોચર થાય છે. પ્રતિમા નિર્માણ-શૈલીઓ ભારતમાં જુદા જુદા ભાગોમાં શિલ્પાને લગતી જુદી જુદી શિલીઓ પ્રચલિત થઈ હતી. આ શૈલીઓ પૈકી મથુરા શૈલી (ઈ. પૂ. બીજીથી ઈ. સ.ની ૪થી સદી) અને ગંધાર શૈલી (ઈ. પૂ. ૧લીથી ઈ. સ. ૨જી સદી) અગ્રેસર ગણાય છે. બંને શૈલીઓને પ્રભાવ અનુકાલમાં વત્તે ઓછે અંશે પડેલ છે. ઉત્તરકાલમાં ગુપ્તકાળ દરમ્યાન શિલ્પોની પ્રશિષ્ટ શૈલીનું નિર્માણ થયું તેની સાથે પ્રાદેશિક શૈલીઓ પણ ઘડાવા લાગી. પ્રત્યેક પ્રદેશની મૂતિઓ આ શિલ્પ શૈલીઓને આધારે ઘડાયેલી છે. આથી કેઈ પણ મૂતિના વિધાનને બરાબર સમજવા માટે તત્કાલીન શિલ્પ શૈલીને અભ્યાસ જરૂરી બને છે. શિલ્પકલાને લગતા પ્રાચીન અર્વાચીન ગ્રંથોમાં પ્રત્યેક શૈલીનાં લક્ષણેનું સદષ્ટાંત નિરૂપણ કરેલું હોય છે. તેને અભ્યાસ આમાં ઉપકારક નીવડશે.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90