________________ પરામર્શકશ્રીના અભિપ્રાયમાંથી.. ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ‘ભારતીય મૂર્તિવિધાન’ના પ્રશ્નપત્રના અભ્યાસક્રમને અનુલક્ષીને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે હિન્દુ મૂર્તિવિધાન’, ‘બૌદ્ધ મૂતિવિધાન” અને જૈન મૂતિ વિધાન” નામનાં ત્રણ પુસ્તક તૈયાર કરાવ્યાં છે. આ પુસ્તિકા તેમની પૂતિ રૂપે તૈયાર કરવામાં આવી છે. જુદા જુદા દેવતાઓ, બુદ્ધો, તીર્થકર વગેરેને લગતા મુતિવિધાનના કેવળ શાસ્ત્રીય નિયમો અને સિદ્ધાંતોને સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના દૃષ્ટાંત ઉપયુક્ત ત્રણ પુસ્તકમાં વિગતે પ્રાપ્ત થતાં હોઈ તે દષ્ટાંતેને અહીં છોડી દીધાં છે. લેખકે આ શાસ્ત્રીય વિષયના નિરુપણમાં સરળ પ્રવાહો અને એજ સયુક્ત શૈલી અપનાવી છે તે વિષયને રુચિકર બનાવે છે. આ પુસ્તિકા વિદ્યાથીઓ તેમજ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે એમ હું માનું છું. પ્રવીણચંદ્ર પરીખ પરામર્શક ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તાિવધાનનાં લક્ષણો 16-07